આ છે દુનિયાનો સૌથી ઓછી હાઈટ વાળો માણસ, મોબાઈલ વાપરવામાં પડે છે તકલીફ, નોંધાવ્યું ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ, જુઓ

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે ગામડામાંથી શોધી કાઢ્યો દુનિયાનો સૌથી ઓછી ઊંચાઈ વાળો વ્યક્તિ, તેની કહાની જાણીને  જશે, જુઓ વીડિયો

દુનિયાની અંદર ઘણા બધા એવા લોકો છે જે તેમની શરીરની રચનાના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જેમની ઊંચાઈ ખુબ જ વધારે હોય છે અને ઘણા લોકો એવા હોય છે જેમની ઊંચાઈ ખુબ જ ઓછી પણ હોય છે, પરંતુ આના કારણે તે લોકોને ઘણી સમસ્યાનો સામનો પણ કરવો પડતો હોય છે. હાલ ઇન્ટરનેટ પર દુનિયાના સૌથી ઓછી ઊંચાઈ વાળા વ્યક્તિની કહાની વાયરલ થઇ રહી છે.

વિશ્વની સૌથી ઓછી ઉકન્હાઇ વાળી વ્યક્તિ ઈરાનના અફશીન છે, જેની ઊંચાઈ 13 ડિસેમ્બર 2022ના રોજ દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં 65.24 સેમી (2 ફૂટ 1.68 ઈંચ) માપવામાં આવી હતી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે જાહેરાત કરી છે કે ઈરાનની અફશીન ઈસ્માઈલ ગદરઝાદેહ અગાઉના રેકોર્ડ ધારક કરતા 7 સેમી નાની છે. એટલે કે મંગળવાર (13 ડિસેમ્બર)ના રોજ 20 વર્ષીય અફશીન ઈસ્માઈલ ગદરઝાદેહને વિશ્વનો સૌથી ટૂંકો માણસ જાહેર કરવામાં આવ્યો હતો.

ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના એક ગામમાંથી ગિનિસ બુકની ટીમે અફશીનની શોધ કરી હતી. એક વીડિયો શેર કરતાં અફશીને કહ્યું કે તે સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે પણ જોડાવા માંગે છે પરંતુ તેને મોબાઈલ ફોન ચલાવવામાં મુશ્કેલી પડે છે. અફશીન કહે છે કે તેને મોબાઈલ ફોન પકડવો ભારે લાગે છે. આ કારણોસર, તેણે તેના એક મિત્ર સાથે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે, જેના પર તે તેના વીડિયો શેર કરે છે. તેનું આ એકાઉન્ટ તેના મિત્ર દ્વારા મેનેજ કરવામાં આવે છે, જેના લગભગ 50 હજાર ફોલોઅર્સ છે.

જ્યારે અફશીનનો જન્મ થયો ત્યારે તેનું વજન 700 ગ્રામ હતું. અફશીને કહ્યું કે તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં આવ્યા બાદ આશા છે કે લોકો તેને ઓળખશે અને લોકો તેની મદદ પણ કરી શકશે. અફશીને કહ્યું કે તેને આશા છે કે તે તેના તમામ સપના પૂરા કરી શકશે. અફશીને વધુમાં જણાવ્યું કે તેને ગીનીસ બુકમાંથી ઘણી ખ્યાતિ મળી હોવા છતાં 20 વર્ષની ઉંમરે પણ તેની પાસે કોઈ નોકરી નથી.

તેની ઉંચાઈના કારણે તેને અત્યારે કોઈ કામ મળતું નથી તેથી તે લોકોને હસાવવાનું કામ કરે છે. તે પોતાના ફ્રેન્ડ સાથે ઘણા ફની વીડિયો બનાવે છે અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે, જેને લોકો ખૂબ પસંદ કરે છે. અફશીનને આશા છે કે ગિનીસ બુકમાંથી તેને મળેલા નામને કારણે હવે તેને કંઈક કામ પણ મળી જશે, જેથી તે જીવી શકશે અને તેની સારવાર અને રોજિંદા ખર્ચને પહોંચી વળશે.

Niraj Patel