આવું ડ્રામેબાજ હરણ આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોયું હોય, જુઓ માણસને જોતા જ કરવા લાગ્યો મરવાનો અભિનય, અને પછી… વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયામાં પ્રાણીઓને લગતા ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં પ્રાણીઓના ક્યૂટ ક્યૂટ અંદાજ દિલ જીતી લેતા હોય છે. ઘણીવાર પ્રાણીઓ એવી પણ હરકતો કરે છે જે માણસની પણ કલ્પના બહાર હોય છે અને આવી ઘટનાઓ કેમેરામાં કેદ થતા જ તેના વીડિયો પણ વાયરલ થાય છે, ત્યારે હાલ એવા જ એક હરણનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

હરણને વિશ્વના સૌથી સુંદર જીવોમાંનું એક કહી શકાય. વિશ્વમાં હરણની 60થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. એન્ટાર્કટિકા સિવાય વિશ્વના દરેક ખૂણે હરણ જોવા મળે છે. હરણ સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આવો જ એક વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક હરણ મરવાની એક્ટિંગ કરે છે.

હરણની એક્ટિંગ જોઈને તમે તેને દુનિયાનું સૌથી મોટું નૌટંકીબાજ હરણ કહી શકો છો. હકીકતમાં હરણ એક એવું પ્રાણી છે, જેને જોઈને સિંહ, ચિત્તા અને વાઘ જેવા જંગલી પ્રાણીઓ તેના પર તૂટી પડે છે. જેના કારણે હરણ પણ મરવા જેવું વર્તન કરવા લાગે છે. વિડિયો જોવામાં ખૂબ જ મજેદાર છે.

વિડિયો જોયા બાદ શરૂઆતમાં તમને લાગશે કે હરણનો અકસ્માત થયો છે અને તમે તેના વિશે દુઃખી પણ થશો. વીડિયો જોઈને તમે પણ ઈમોશનલ થઈ જશો, પરંતુ વીડિયોના અંતે શું થાય છે. તમે તેના પર હસતા હશો. અંતે, આ નાનું હરણ મરવાની એક્ટિંગ કરતું જોવા મળે છે. જ્યારે તે માણસ તેને રસ્તા પરથી હટાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તે ઉભું થાય છે અને સડસડાટ દોડી જાય છે. સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel