અનોખા અંદાજમાં વિશ્વકપનું અનાવરણ, પૃથ્વીથી 1,20,000 ફૂટ ઊંચાઈ પર અંતરિક્ષમાં કરવામાં આવી લોન્ચ, જુઓ તસવીરો

વર્લ્ડકપની ટ્રોફીનું અંતરિક્ષમાંથી સીધું જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થયું ઉતરાણ, ગુજરાત માટે એક ગૌરવ ભરેલું ક્ષણ બની, જુઓ વીડિયો

ICC World Cup trophy launched into the stratospher : વર્લ્ડ કપને હવે થોડા જ મહિનાઓની વાર છે. આખી દુનિયા ક્રિકેટના આ મહાસંગ્રામની રાહ જોઈને બેસી રહ્યું છે, ત્યારે આ વખતે વર્લ્ડ કપની ટ્રોફીનું જબરદસ્ત અનાવરણ કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ ખૂબ જ અનોખી રીતે કર્યું છે. આ વર્લ્ડ કપનું પૃથ્વીથી 1,20,000 ફૂટની ઉંચાઈ પર આવેલા સ્પેસ સ્ટ્રેટોસ્ફિયરમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. તે ઊંચાઈ પર તાપમાન માઈનસ 65 ડિગ્રી હતું.

અંતરિક્ષ બાદ ટ્રોફીનું ઉતરાણ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં થયું. BCCI સેક્રેટરી જય શાહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આજે વર્લ્ડ કપણું શિડ્યુલ પણ જાહેર કર્યું.

BCCI સેક્રેટરી જય શાહે ટ્વીટ કર્યું કે ક્રિકેટ વિશ્વ માટે આ એક અનોખી ક્ષણ છે જ્યારે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટ્રોફીનું અવકાશમાં અનાવરણ કરવામાં આવ્યું. તે અવકાશમાં મોકલવામાં આવેલી સ્પોર્ટ્સ ટ્રોફીમાંની એક છે અને એક નવો સીમાચિહ્નરૂપ છે. ખરેખર ભારતમાં ICC મેન્સ વર્લ્ડ કપ ટ્રોફી પ્રવાસની શરૂઆત શાનદાર થઈ છે.

વિશ્વ કપ પ્રવાસ 27 જૂનથી શરૂ થશે અને ટ્રોફી કુવૈત, બહેરીન, મલેશિયા, યુએસએ, નાઇજીરીયા, યુગાન્ડા, ફ્રાન્સ, ઇટાલી અને યજમાન ભારત સહિત વિશ્વના 18 દેશોમાં જશે. લાખો ક્રિકેટ ચાહકો આ પ્રવાસ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ચમકતી ટ્રોફીને નિહાળી શકશે.

ICCના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે કહ્યું કે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ટૂર એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. હવે અત્યાર સુધીના સૌથી મોટા ICC વર્લ્ડ કપની રાહ જુઓ. ક્રિકેટના એક અબજથી વધુ ચાહકો છે. અમે ઈચ્છીએ છીએ કે શક્ય તેટલા વધુ લોકો આ ટ્રોફીને નજીકથી જુએ.

BCCI સેક્રેટરી જય શાહે કહ્યું- ક્રિકેટ દેશને અન્ય રમત કરતા વધારે જોડે છે. દેશમાં ઉત્સાહનો માહોલ છે. અમે વિશ્વની દસ શ્રેષ્ઠ ટીમો વચ્ચે છ-અઠવાડિયાના ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરવા આતુર છીએ. વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ટ્રોફી પ્રવાસના ચાહકો માટે આ મેગા ઈવેન્ટનો ભાગ બનવાની શ્રેષ્ઠ તક છે.

Niraj Patel