વાયરલ થયો દેશનો સૌથી મોટો મરઘો, હાઈટ અને વજન જોઈને લોકો પણ રહી ગયા હક્કાબક્કા, જુઓ વીડિયો

દુનિયાભરમાં પ્રાણીઓ અને પક્ષીઓની ઘણી બધી પ્રજાતિઓ રહેલી છે. ઘણી તો એવી પ્રજાતિઓ પણ છે જે એક જ હોવા છતાં અલગ અલગ દેશોમાં જુદા જુદા રંગરૂપ સાથે જોવા મળતી હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દુનિયાના સૌથી મોટા મરઘાંને જોઈ શકાય છે. સામાન્ય રીતે આપણે 2-3 કિલોની મરઘી કે મરઘો જોયો હશે, પણ વાયરલ વીડિયોમાં આ મરઘાને જોઈને તમે પણ હોશ ખોઈ બેસસો.

આ મરઘાંને વિશ્વનો સૌથી મોટો મરઘો માનવામાં આવતો હતો. આપણે તેને ભારતીય ચિકનનો ‘ધ ગ્રેટ ખલી’ કહી શકીએ. ઇન્સ્ટાગ્રામ પર animals.hilarious દ્વારા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. લાખો લોકોએ તેને જોયો છે. લગભગ ત્રણ ફૂટ લાંબો આ મરઘો વીડિયોમાં જોઈ શકાય છે, જે તેના પાંજરામાંથી બહાર આવતાની સાથે જ તેની પાંખો ફફડાવે છે.

જ્યારે આ મરઘો પાંજરામાંથી બહાર આવ્યો ત્યારે શરૂઆતમાં તે સામાન્ય કદના મરઘા જેવો દેખાતો હતો, પરંતુ જ્યારે તે તેની પાંખો ફફડાવીને ઉભો થયો ત્યારે તેનું ચોંકાવનારું કદ સામે આવ્યું. આ મરઘાંનો વીડિયો દુનિયાભરના મીડિયાએ પોતાની વેબસાઈટ પર પ્રકાશિત કર્યો હતો. આ જોઈને ચોંકી ઉઠેલા સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Animals Memes (@animals.hilarious)

વિશ્વમાં મરઘાંની 2000થી વધુ પ્રજાતિઓ છે, પરંતુ તેમાંથી માત્ર થોડી જ લોકપ્રિય અથવા વિશેષ છે. તેઓને દુર્લભ પણ કહી શકાય. કેટલીક પ્રજાતિઓ અત્યંત લડાકુ હોય છે. તેઓ શક્તિશાળી પણ છે. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં જન્મેલ કડકનાથ મરઘાં હાલ ભારતમાં ચર્ચામાં છે.

Niraj Patel