આખરે પકડાઇ ગયો લાકડાની તસ્કરી કરતો “પુષ્પા”, યુઝર્સ બોલ્યા- પુષ્પા ઝુક ગયા !!! જુઓ વીડિયો

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની સુપર ડુપર હિટ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ ફિલ્મે થિયેટરોમાં જોરદાર ધૂમ મચાવી હતી. ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી તેના ગીતો, હૂક સ્ટેપ્સ અને ડાયલોગ્સ ઈન્ટરનેટ પર છવાઈ ગયા હતા. પુષ્પા ઝુકેગા નહીં ડાયલોગ પર તો ખૂબ ઈન્સ્ટાગ્રામ રીલ પણ બની હતી. આ ફિલ્મની વાર્તા ચંદનના લાકડાની દાણચોરી પર હતી. આવી સ્થિતિમાં, જ્યારે ફિલ્મ રીલિઝ થઇ ત્યારે ઇન્ટરનેટ પર લાકડાની તસ્કરીની ખૂબ જ અલગ રીતો પણ વાયરલ થઈ. તાજેતરનો કિસ્સો IFS ઓફિસર દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને જોઇને તમે કહેશો- આ લોકો તો યાર પુષ્પાના પણ ગુરુ નીકળ્યા.

ભારતીય વન સેવા (IFS) અધિકારી પરવીન કાસવાને એક વીડિયો ટ્વિટર પર બુધવારના રોજ શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું હતુ- એક અલગ પ્રકારનો પુષ્પા. તેઓ ગેરકાયદેસર લાકડાની હેરફેર કરવા માટે ટ્રેનનો ઉપયોગ કરતા હતા. આ તમામને પકડવા માટે 25 લોકોની ટીમ લાગી હતી, જેમણે સવારે 6 વાગ્યે સિવિલ ડ્રેસમાં આ ઓપરેશન પાર પાડ્યું હતું. કેટલાક વધુ દરોડામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ક્લિપ 35 સેકન્ડની છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, રેલવે સ્ટેશન પર એક ટ્રેન ઊભી છે અને પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. કેટલાક લોકો વીડિયો બનાવી રહ્યા છે, જ્યારે બે યુવકો ટ્રેનના કોચમાંથી લાકડા ઉતારીને પ્લેટફોર્મ પર જમા કરતા જોવા મળે છે. જો કે, IFS અધિકારીએ આ ઘટના ક્યારે અને ક્યાં બની તેની પુષ્ટિ કરી નથી. આ વીડિયોને હજારો લોકોએ જોયો છે. જો કે, ઘણા યુઝર્સ પ્રશ્નો પણ પૂછી રહ્યા છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન એ છે કે આ ઘટના ક્યારે અને ક્યાં બની ? કેટલાકે પૂછ્યું કે શું રેલવે સ્ટાફે વન વિભાગને જાણ કરી હતી. એ જ વખતે કેટલાકે કહ્યું કે પુષ્પા જૂક ગયા રે..

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં IFS દેબાશીષ શર્માએ ટ્વિટર પર એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘બ્લોકબસ્ટર મૂવી હંમેશા હકારાત્મક સામાજિક સંદેશો આપતી નથી. જુઓ, આનંદ કરો અને ભૂલી જાઓ. વાસ્તવિક જીવનમાં પુષ્પા બનવાની હિંમત પણ ન કરો. વન વિભાગ દ્વારા એક ટનથી વધુ લાલ ચંદનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. કારણ કે ફોરેસ્ટર કભી ઝૂકેગા નહિ !

Shah Jina