માસ્કની ઉપર નથણી પહેરીને સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ આ મહિલા, જાણો કોણ છે આ મહિલા ?

કોરોના સંક્ર્મણ સમગ્ર દુનિયાની અંદર ફેલાવવાની સાથે જ જીવવાની રીત પણ બદલાઈ ગઈ છે. હવે માસ્ક જીવનનો એક મહત્વનો ભાગ બની ગયું છે. ત્યારે હવે માસ્કમાં પણ અલગ અલગ ફેશન આવી ગઈ છે. ખાસ કરીને મહિલાઓ માસ્ક સાથેની એવી એવી ફેશન કરતી હોય છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ મહિલાની તસવીર વાયરલ થઇ રહી છે જેમાં તે મહિલા માસ્કની ઉપર નથણી પહેરેલી જોવા મળી રહી  છે. ઘણા લોકોએ તે મહિલા ઉપર ઘણા મીમ પણ બનાવ્યા છે. તો ઘણા લોકોને હવે જાણવાની ઈચ્છા છે કે આખરે આ મહિલા કોણ છે જે રાતો રાત માસ્ક ઉપર નથણી પહેરવાના કારણે આટલી વાયરલ થઇ ગઈ.

તસ્વીરમાં નજર આવી રહેલી મહિલા કોઈ પ્રસંગમાં જોવા મળી રહી છે. તેને ગળાની અંદર હાર, સેંથામાં ટીકો સહીત ઘણા ઘરેણાં પહેર્યા છે.  પરંતુ લોકોને આ મહિલાનું માસ્કની ઉપર નથણી પહેરવું ખુબ જ ગજબ લાગ્યું. જેના કારણે તે ચર્ચાનો વિષય બની ગઈ છે.

તસ્વીરની અંદર દેખાઈ રહેલી આ મહિલા ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લાના ઘોડાખાલની રહેવા વાળી કવિતા જોશી છે. જયારે આ તસ્વીર ક્લિક કરવામાં આવી હતી ત્યારે તે પોતાની ભાણી મિતિકા જોશીના લગ્નમાં ગઈ હતી.

કવિતાએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે “આ મારી ભાણીના લગ્ન હતા. હું સૌથી મોટી મામી છું. અમે તેમના બહુ જ નજીક છીએ. હું કોરોનાના સુરક્ષાના નિયમોનું ધ્યાન રાખી અને રીતિ રિવાજોનું પાલન કરવા ઇચ્છીએ છીએ.”

કવિતા જોશીએ આગળ જણાવ્યું કે, “મારે લગ્નની અંદર સારી રીતે તૈયાર થવું હતું. આ બતાવવા માટે નહોતું, પરંતુ નથણીને પરણિત મહિલાઓ માટે શુભ માનવામાં આવે છે. હું તેને માસ્કની અંદર પહેરવા નહોતી માંગતી. જેના કારણે મેં નથણીને માસ્કની ઉપર પહેરવાનો નિર્ણય કર્યો. અને એક પીનની મદદથી ફેસ માસ્કની ઉપર પહેરી લીધી.”

કવિતાની આ માસ્ક ઉપર નથણી લગાવવાની તસ્વીર ખુબ જ વાયરલ થઇ ગઈ હતી. આઇપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ પણ તેની તસ્વીરને શેર કરી હતી.

Niraj Patel