વાયરલ

સાડી પહેરીને આ મહિલા કરી રહી છે એવા સ્ટન્ટ કે જોનારની આંખો પણ થઇ ગઈ પહોળી, જુઓ વીડિયોમાં

સોશિયલ મીડિયા ઉપર ઘણા એવા વીડિયો વાયરલ થતા હોય છે, જેને જોઈને આપણે પણ વિચારમાં પડી જઈએ, ઘણા લોકો એવા પણ હોય છે જેમના સ્ટન્ટ પણ ખુબ જ વાયરલ થાય છે. હાલ એક મહિલાના એવા જ દિલ ધડક સ્ટન્ટના વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં એક મહિલા સાડી પહેરીને સ્ટન્ટ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વાયરલ વીડિયોની અંદર સ્ટન્ટ કરી રહેલી મહિલાનું નામ છે પારુલ અરોડા. જેમની ઉંમર માત્ર 24 વર્ષની છે. તે છેલ્લા 15 વર્ષથી જિમનાસ્ટીક્સની તાલીમ લઈ રહી છે. આ મહિલા 35 પ્રતિયોગિતાઓમાં ભાગ લઈ ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Parul_Arora (@parul_cutearora)

પોતાના સોશિયલ મીડિયા ઉપર પણ તે પોતાના જિમનાસ્ટીક્સ વીડિયો શેર કરતી હતી, પરંતુ અત્યાર સુધી તેમના વીડિયોને માત્ર 5 કે 10 હજાર લાઈક આવતી હતી, પરંતુ જયારથી તેને સાડી પહેરીને સ્ટન્ટ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી વીડિયોને લાખોની સંખ્યામાં લાઈક મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Parul_Arora (@parul_cutearora)

એક મીડિયા સાથે વાત કરતા દરમિયાન પારુલે જણાવ્યું હતું “લોકો ખાસ કરીને મહિલાઓના સાડીમાં સ્ટન્ટ કરવા વાળા વીડિયોને ખુબ જ પસંદ કરે છે કારણ કે આ મહિલાઓ જાણે છે કે સાડીની અંદર સામાન્ય હલચલ કરવી પણ મુશ્કેલ હોય છે. તો ક્યાંકને ક્યાંક આ મહિલાઓને પ્રેરિત કરે છે.”

 

View this post on Instagram

 

A post shared by mili (@milisarkar72)


પારુલ આગળ જણાવે છે કે “સાડીની અંદર બેકફલીપ કરવાનું કે પછી કાર્ટ વ્હીલ જેવી વસ્તુઓ કરવાની ચુનૌતીપુર્ણ છે અને આ સ્ટન્ટના સહારે હું લોકોને મોટીવેટ કરવા માંગુ છું.” પારુલના સોશિયલ મીડિયાની અંદર ઘણા વિડીયો છે જેમાં તે સાડી પહેરીને અવનવા સ્ટન્ટ કરતા જોવા મળી રહી છે.