ખબર

શું મળ્યું આ મહિલાને કોઈ ગરીબની રોજી રોટી છીનવીને ? જુઓ વીડિયોમાં કેવી કરી તોડફોડ, મોટા બાપની ડોક્ટર દીકરીની આ હરકત ઉપર પોલીસે પણ…

ગરીબની દિવાના સ્ટોલ પર ભણેલી ગણેલી મહિલા ડોક્ટરે વરસાવી દીધા ડંડા, વીડિયો જોઈને કહેશો આને જલ્દી જેલ ભેગી કરો

દિવાળીનો તહેવાર પરિવારમાં ખુશીઓ લઈને આવે છે, પરંતુ ઘણા પરિવારો એવા પણ હોય છે જેમની ખુશીઓ કોઈની ખરીદીથી મળે છે. ઘણા ગરીબ પરિવારના લોકો દિવાળીના સમયમાં રસ્તા ઉપર સામાન લઈને વેચવા માટે બેસતા હોય છે અને આ સામાન વેચાય તો તેમની દિવાળી પણ રોશન થતી હોય છે. ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં એક મહિલા રોડ કિનારે બેઠેલા એક વ્યક્તિનો સામાન તોડતી નજર આવી રહી છે. આ વીડિયો વાયરલ થતા જ લોકોનો ગુસ્સો પણ સાતમા આસમાને છે.

આ વીડિયો લખનઉના ગોમતી નગરનો છે. વીડિયોમાં ગુસ્સે થયેલી મહિલાની દાદાગીરી જોવા મળે છે. આ વીડિયો ગોમતીનગર સ્થિત પત્રકાર પુરમનો છે. જેમાં રસ્તા પર આવેલી દુકાનોથી નારાજ એક મહિલા દુકાનોમાં તોડફોડ કરતી જોવા મળે છે. આ વીડિયો વાયરલ થયા પછી, લખનઉ પોલીસે મહિલા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ વીડિયોમાં મહિલા ખૂબ જ ગુસ્સામાં અને રસ્તાઓ પર આવેલી દુકાનોને લઈને ગુસ્સામાં જોવા મળી રહી છે.

આ દુકાન એવા લોકો માટે છે જેઓ દિવાળી માટે દિવા અને અન્ય જરૂરી વસ્તુઓ વેચે છે. મહિલા એટલી ગુસ્સામાં છે કે તેણે પહેલા લાકડી વડે દુકાનોમાં તોડફોડ કરી. આ દરમિયાન તે લાકડી વડે દીવા તોડી નાખે છે. આ સિવાય એક અન્ય વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક પુરુષ પર બેટ ચલાવતી જોવા મળી રહી છે. આ વીડિયો શેર કરતી વખતે લોકો સોશિયલ મીડિયા પર મહિલાની આકરી ટીકા કરી રહ્યા છે.

આ સાથે જ મામલો ગરમાતા પોલીસે તેની નોંધ લીધી છે. પોલીસને પીડિત દ્વારા ફરિયાદ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત મહિલા વિરુદ્ધ કલમ 427 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે માટીના દીવા અને અન્ય તહેવારોની વસ્તુઓ વેચતા સ્ટોલ ડૉક્ટરના ઘરની સામેની જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના નિવાસસ્થાન પર નહીં.

અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્ષોથી, કેટલાક સ્થાનિક રહેવાસીઓ દિવાળી દરમિયાન રસ્તાની બાજુમાં આવા સ્ટોલ લગાવે છે. પોલીસે જણાવ્યું કે ડોક્ટરનું નિવેદન નોંધી લેવામાં આવ્યું છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તેની સામે આઈપીસીની કલમ 427 અને 504 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)