ભણેલા ગણેલા લોકોથી ભરેલું કેરળમાં વાઇફ સ્વેપિંગ ગેંગનો પર્દાફાશ કરનાર યુવતિની હત્યા, બૈરીઓ અડધી રાત્રે અદલા બદલી થતી, જાણો સમગ્ર મામલો 

Kerala Wife Swapping Gang : ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે. કેટલીકવાર તો આવા મામલામાં કોઇ પરિવારનો સભ્ય કે પછી પોતાનો પાર્ટનર પણ હોવાનું ખુલતુ હોય છે. ત્યારે હાલમાં કેરળમાંથી એક યુવતિની હત્યાનો મામલો સામે આવ્યો હતો. આ યુવતિની હત્યા એટલા માટે કરવામાં આવી કારણ કે વાઇફ સ્વેપિંગ એટલે કે તેણે પત્નીની અદલાબદલીના સનસનાટીભર્યા મામલાની ફરિયાદ કરી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ મહિલાની શુક્રવારે તેના પિતાના ઘરે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, 26 વર્ષીય મહિલાના બાળકોએ જ નજીકના મનરકાડુમાં તેની માતાને લોહીથી લથપથ જોઇ હતી. ત્યારબાદ બાળકોએ આ અંગે પડોશીઓને જાણ કરી. પાડોશીઓએ પરિવારના સભ્યોને બોલાવ્યા અને તે બાદ પોલીસે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી.

મહિલા સ્વેપિંગ કેસમાં તેના પતિથી અલગ રહેતી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે મહિલાના પિતા અને ભાઈ કામ પર ગયા હતા અને બાળકો ઘરની બહાર રમતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હત્યાનું કારણ જાણવા મળ્યું નથી અને આ જઘન્ય ગુનો કોણે કર્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. મહિલાના પિતાએ પોલીસને નિવેદન આપતાં દીકરીના પતિ પર હત્યાનો આરોપ લગાવ્યો છે.

મહિલાના મૃતદેહને કોટ્ટયમ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં પોલીસે આ મહિલાની ફરિયાદના આધારે પત્નીઓની અદલાબદલી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં મહિલાના પતિ સહિત સાત લોકોની સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી.

Shah Jina