લો બોલો…ડોક્ટરોએ આ દાદીને મૃત જાહેર કર્યા…સ્મશાન લઇ જતા જ જીવતા થઇ ગયા..ઘરે લાવ્યા અને ચા પીધી..પછી બીજા જ દિવસે….

અંતિમ યાત્રામાં જીવતા થઇ ગયા દાદીમા, ડોક્ટરોએ થોડીવાર પહેલા જ જાહેર કર્યા હતા મૃત.. સમગ્ર મામલો જાણીને હેરાન રહી જશો…

જીવન અને મોત ઈશ્વરના હાથમાં હોય છે. ઘણીવાર માણસ મોતની પથારીએથી પણ બેઠો થતો આપણે જોયો છે તો ઘણીવાર એકદમ સાજા સમા માણસને પણ ક્યારે મોત ભરખી જાય કોઈ જાણતું નથી હોતું. જયારે પરિવારમાં કોઈનું નિધન થાય છે ત્યારે માહોલ ખુબ જ ગમગીન બની જતો હોય છે. પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના પર લોકોને વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બન્યો છે.

(પ્રતીકાત્મક તસ્વીર

81 વર્ષની એક મહિલાને બ્રેઈન હેમરેજ થયું હતું. ડોક્ટરોએ તેને બ્રેઈન ડેડ કહ્યું. સંબંધીઓએ અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી હતી અને ‘મૃતદેહ’ સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે મહિલાની આંખો ખુલી. જેને જોઇને સ્વજનો ચોંકી ઉઠ્યા. ત્યારબાદ મહિલાને ઘરે લાવવામાં આવી, પરંતુ બીજા દિવસે મહિલાનું મોત થયું. આ સમગ્ર મામલો ફિરોઝાબાદના જસરાના શહેરના બિલાસપુરનો છે.

(પ્રતીકાત્મક તસ્વીર

અહીંના રહેવાસી 81 વર્ષીય હરિભેજીને બિમારીના કારણે 23 ડિસેમ્બરે ફિરોઝાબાદના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે ટ્રોમા સેન્ટરમાં હરિભેજીના મગજ અને હૃદયે કામ કરવાનું બંધ કરી દીધું હતું. ફરજ પરના તબીબે કહ્યું કે તે હવે ક્લિનિકલી ડેડ છે. ડોક્ટરે સંબંધીઓને કહ્યું કે જો તેઓ અન્ય કોઈ ખાનગી વિધિ કરવા માંગતા હોય તો તેઓ કરી શકે છે. મંગળવારે જ હરિભેજીનો પુત્ર સુગ્રીવ સિંહ તેની માતાને મૃત માનીને અંતિમ સંસ્કાર માટે જસરાના લઈ જઈ રહ્યો હતો.

આ દરમિયાન તેમના મૃત્યુની જાણ સ્વજનોને પણ કરવામાં આવી હતી, પરંતુ રસ્તામાં સિવિલ લાઇન અને માખણપુર વચ્ચે હરિભેજીની અચાનક આંખ ખુલી ગઈ હતી. સંબંધીઓને લાગ્યું કે ડોક્ટરે તેમની સાથે ખોટું બોલ્યું છે, તે જીવિત છે. તે પછી હરિભેજીને તેમના ઘરે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમના હાથે ગાયનું દાન આપવામાં આવ્યું. ગ્રામજનોએ જણાવ્યું કે હરિભેજીએ ચમચીથી ચા પીધી હતી. તેમની હાલત ખરાબ હતી, પરંતુ તેમનુ નિધન થયું નહોતું. પરિવારના સભ્યોને થોડી રાહત થઈ કે તેમના પરિવારના સૌથી વૃદ્ધ સભ્ય હજી જીવિત છે.

(પ્રતીકાત્મક તસ્વીર

પરંતુ મગજ અને હૃદય પહેલાથી જ કામ કરવાનું બંધ કરી દેતાં હરિભેજીનું બુધવારે અવસાન થયું હતું. મોડી સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હરિભેજીના પુત્ર સુગ્રીવ સિંહનું કહેવું છે કે ડૉક્ટરોએ તેમને મંગળવારે જ મૃત જાહેર કરી દીધા હતા પરંતુ બીજા દિવસે તેમની માતાનું અવસાન થયું હતું.

Niraj Patel