75 વર્ષના માજીનું ટેલેન્ટ: મકાઈ ડોડા શેકવા માટે આ માજીએ કર્યો એવો જુગાડ કે ભારતીય ક્રિકેટરે પણ તસવીર શેર કરી કર્યા વખાણ

આપણા દેશની અંદર ઘણા લોકો એવા એવા જુગાડ કરતા હોય છે જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ જતા હોય છે. હાલ ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વી વી એસ લક્ષ્મણે એક તસ્વીર શેર કરી છે, જે ખુબ જ વાયરલ થઇ રહી છે.

લક્ષ્મણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટવી રહે છે. હલામાં જ તેને એક પોસ્ટ શેર કરી છે. જેમાં એક 75 વર્ષના વૃદ્ધ માજીથી તે ખુબ જ પ્રભાવિત થયા છે. આ મહિલા લારી ઉપર મકાઈ ડોડા વેચી રહી છે. તેમને મકાઈ ડોડા શેકવા માટે સોલાર પેનલ લગાવી છે. આ મહિલા બેંગલુરુની છે.

લક્ષ્મણે મકાઈ ડોડા શેકતી આ વૃદ્ધ મહિલાની તસવીર શેર કરતા ટ્વીટર ઉપર લખ્યું છે. “બેંગલુરુમાં ડોડા શેકવા માટે 75 વર્ષની સેલ્વમ્માએ હાઈટેક સોલાર પાવર ફેનનો ઉપયોગ કર્યો છે. એલઇડી લાઈટ અને વિનિયમિત પ્રસંશક ચાલી શકે છે. પ્રૌદ્યોગિક અને નવચારને બહુ જ સારા કામ માટે વાપર્યું છે. આને જોવું ખુબ જ સુખદ છે.”

વી વી એસ લક્ષ્મણ હાલમાં આઇપીએલની ટીમ સન રાઇઝર્સ હૈદરાબાદમાં મેન્ટરની ભૂમિકા નિભાવી રહ્યો છે. ગઈકાલે હૈદરાબાદનો મુકાબલો કોલકત્તા સાથે હતો જેમાં તેમને પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Niraj Patel