રાત્રે પતિના વોડકામાં ભેળવ્યું ઝેર, પછી બીજા દિવસે પત્નીએ મનાવ્યો મોતનો જશ્ન, આખી સ્ટોરી વાંચીને કહેશો ખરેખર કળયુગ આવી ગયો હો
US Woman Murder Husband : દેશ અને દુનિયાભરમાં હત્યાના ઘણા મામલાઓ સામે આવતા હોય છે. ઘણીવાર પરિવારની અંદરના જ કોઈ વ્યક્તિએ હત્યા કરી નાખી હોય છે અને તે મામલો છુપાવવા પણ માંગતો હોય છે. તો પતિ પત્નીના ઝઘડામાં પણ ઘણીવાર હત્યાના મામલાઓ સામે આવતા રહે છે. પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે તેને જાણીને તો ચોક્કસ તમારા હોંશ ઉડી જશે, કારણ કે એક પતિનીએ તેના પતિની માત્ર હત્યા જ ના કરી, પરંતુ બીજા દિવસે ઘરમાં પાર્ટી પણ કરી.

આ મામલો સામે આવ્યો છે અમેરિકામાંથી. જ્યાં એક મહિલા પર તેના પતિની હત્યા કરવાનો આરોપ હતો. હત્યા સાથે જોડાયેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાએ તેના પતિના મૃત્યુના બીજા દિવસે પાર્ટીનું આયોજન કર્યું હતું. સોલ્ટ લેક ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, કૌરી ડાર્ડન રિચિન્સ નામની મહિલાએ તેના પતિની હત્યાના બીજા દિવસે તેના મિત્રોને ઘરે બોલાવીને પાર્ટી સેલિબ્રેટ કરી હતી.

ધ સોલ્ટ લેક ટ્રિબ્યુને અહેવાલ આપ્યો કે કૌરી ડાર્ડેન રિચિન્સના પતિનું નામ એરિક હતું. એરિકના મૃત્યુના બીજા દિવસે, કૌરી એકલી હતી. ત્યારબાદ તેણે તેના મિત્રોને એક મોટી પાર્ટી માટે તેના ઘરે આમંત્રિત કર્યા, જ્યાં તેણે ખૂબ જ ડ્રિન્ક કર્યું અને ઉજવણી કરી. કૌરી ડાર્ડેન રિચિન્સની ગયા વર્ષે 4 માર્ચ, 2022ના રોજ કામાસમાં તેના પતિ એરિક રિચિન્સને ઝેર આપવા અને હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

એનબીસી ન્યૂઝ અનુસાર રિચિન્સે તપાસ દરમિયાન માહિતી આપી હતી કે તેના પતિના મૃત્યુની પ્રથમ રાત્રે બંનેએ સાથે ઉજવણી કરી હતી. ઉજવણી કર્યા બાદ મહિલાએ તેના પતિને ઝેર ભેળવેલું વોડકા પીવડાવ્યું. આ પછી તેને બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો. ડોક્ટરે કહ્યું કે રિચિન્સનું મોત ફેન્ટાનાઈલના ઓવરડોઝને કારણે થયું છે.

મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે પતિના મૃત્યુ પહેલા તેણે પાંચ વખત વધુ ફેન્ટાનીલની ગોળીઓ ખાધી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. કોર્ટના દસ્તાવેજો અનુસાર, ફેબ્રુઆરી 2022માં મહિલાએ તેના પતિને દર્દની દવા લેવા કહ્યું હતું. આ પછી રિચિન્સે ડ્રગ્સનું સેવન પણ કર્યું હતું. આ પછી, દંપતીએ વેલેન્ટાઇન ડેના અવસર પર ડિનર પણ કર્યું, જે પછી પતિ બીમાર પડ્યો. બે અઠવાડિયા પછી, પતિએ વધુ ફેન્ટાનાઇલ ગોળીઓ ખાધી. આ પછી તેનું મૃત્યુ થયું.