સુરત ACB એ સ્વરૂપમાન મહિલા તલાટી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, અધધધ લાખની લાંચ માટે શોધી જોરદાર ટ્રીક

ગુજરાતમાંથી અવાર નવાર લાંચ લેતા અધિકારીઓના કિસ્સા સામે આવતા રહે છે, જેમાં ઘણીવાર ACB દ્વારા કે પોલિસ દ્વારા કે પછી ક્રાઇમ બ્રાંચ દ્વારા છટકુ ગોઠવવામાં આવે છે અને લાંચ લેનાર તેમજ તેના સહયોગીની ધરપકડ પણ કરવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં ACB (સુરત એન્ટી કરપ્શન બ્યુરો)ની ટીમે નવી મોડેલ ઓપરેન્ડીથી લાંચ લેતા સરકારી અધિકારીને ઝડપી પાડ્યા છે. નર્મદાના નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટી  નિતા પટેલએ જમીન માલિક પાસે રૂપિયા એક લાખની લાંચ લીધી હતી અને

આ બાબતે ACB દ્વારા તેને ઝડપી પાડવામાં આવી છે. ACBથી બચવા મહિલાએ લાંચની રકમ આંગડિયા મારફતે ગાંધીનગર ત્રાહિત વ્યક્તિને ત્યાં મંગાવી અને તેની જાણ જમીન માલિકે સુરત ACBમાં કરી, જે પછી છટકું ગોઠવવામાં આવ્યુ અને મહિલા અધિકારી અને એક ખાનગી વ્યક્તિને રંગેહાથ ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.નર્મદાના નાંદોદના નરખડીના તલાટી નીતા પટેલ 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે. પતરાના શેડવાળી ઓરડી અને ઘર નંબર ફાળવવા અને

જરૂરી મંજૂરી મેળવવા માટે અરજદારે અરજી કરી હતી. આ ત્યારે આ માટે તલાટીએ 1 લાખની માંગણી કરી હતી. નીતા પટેલ અને સહયોગી મહેશભાઈ બંનેને ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો તમારે તમારુ કામ નીકાળાવું હોય તો સરકારી કચેરીઓમાં આજે પણ સરકારી બાબુઓને ખુશ કરવા લાંચ આપવી જ પડે છે. પરંતુ હવે સરકારી બાબુઓ હાઈટેક થઇ ગયા હોવાથી તેઓ સીધી રીતે લાંચ સ્વીકારતા નથી પરંતુ અવનવા પેતરાઓ અપનાવી રહ્યા છે.

સુરત ACBની ટીમે આવી જ નવી મોડેસ ઓપરેન્ડીથી લાંચ લેનાર મહિલા સરકારી અધિકારીને ઝડપી પાડી છે.નીતા પટેલનો સહયોગી મહેશ સ્પર્ધાત્મક પરીક્ષાની એકેડમી ચલાવે છે અને આરોપી તલાટી આજ એકેડમીમાંથી પરીક્ષા આપી તલાટી બની હતી, ત્યારે હવે પોતાના ગુરુ મહેશને જ લાંચ લેવા માટે તેણે ગોઠવ્યો હતો. ખેતીની જમીનમાં ખેતીને અનુરૂપ બિયારણ, ખાતર વગેરે મુકવા અને મજુરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવમાં આવી છે.

જેને લઇને વીજ મીટરની જરૂરીયાત હતી, અને નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજુરી મેળવવા અરજી કરવામાં આવી હતી. પરંતુ આ કાર્યવાહી આગળ વધારવા માટે તલાટી દ્વારા જમીન માલિક પાસે 1 લાખની લાંચ માંગવામાં આવી.જે આંગડિયા મારફતે ગાંધીનગરમાં રહેતા ત્રાહિત ખાનગી વ્યક્તિ મહેશ આહજોલીયાને આપવા જણાવ્યું અને આ અંગે જમીન માલિકે સુરત ACBની ટીમને જાણ કરી જે બાદ ACBની ટીમે છટકુ ગોઠવી આરોપીઓની ધરપકડ કરી હતી.

Shah Jina