દેશે તાજેતરમાં ખૂબ જ પીડાદાયક વિમાન દુર્ઘટના જોઈ. 12 જૂનના રોજ થયેલા એર ઇન્ડિયા પેસેન્જર પ્લેન ક્રેશમાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. આ વિમાન દુર્ઘટનાનો વીડિયો જેણે પણ જોયો તેનું હૃદય ધ્રુજી ઉઠ્યું. આ વિમાન દુર્ઘટના પછી ઘણા લોકો ફ્લાઇટમાં મુસાફરીને લઇને ખૂબ જ સાવધ થઈ ગયા છે. જો કે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં એક મહિલા ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે એક વૃદ્ધ પુરુષ સાથે લડતી જોવા મળે છે.
નજીકની સીટ પર બેઠેલા બધા લોકો બંને વચ્ચેની લડાઈ જોઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક મહિલા એક વૃદ્ધ વ્યક્તિ સાથે ઝઘડો કરી રહી છે અને જોરજોરથી દલીલ કરી રહી છે. આ દરમિયાન તેનો પુત્ર તેને રોકવાનો પ્રયાસ કરે છે પણ તે પુત્રને પણ મારે છે. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો હતો જેને હજારો-લાખો લોકો જોઇ ચૂક્યા છે અને શેર પણ કરી રહ્યા છે.
આ ઉપરાંત પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ, “શું તે સીટ નંબર 11A હતી ?” બીજા યુઝરે લખ્યુ, “હવે ફ્લાઇટ ધીમે ધીમે લોકલ ટ્રેન બની જશે. સારું છે, સામાન ચોરીને આગલા સ્ટેશન પર ભાગવાનો કોઈ પ્રયાસ નહિ કરે.” અન્ય એક યુઝરે લખ્યું, “હવે ફ્લાઇટ પણ લોકલ ટ્રેન જેવી બની ગઈ છે.”
@gharkekalesh pic.twitter.com/8onB0nzqvH
— Arhant Shelby (@Arhantt_pvt) June 18, 2025