દિશા પટાનીનો રેડ બોલ્ડ કટ-આઉટ ડ્રેસમાં બોલ્ડ અંદાજ, તસવીરો જોઈને ફેન્સ દીવાના! મૌની રોયે પણ કર્યા વખાણ

બોલિવૂડ અભિનેત્રી દિશા પટાની હંમેશા પોતાના ગ્લેમરસ અંદાજ માટે ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના હોટ અને સ્ટાઈલિશ લુક્સ ચાહકો સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં, દિશાએ ઇન્સ્ટાગ્રામ પર એક નવી તસવીરો પોસ્ટ કરી છે, જે ખૂબ જ વાઇરલ થઈ રહી છે.હોટ અને ગ્લેમરસ સ્ટાઈલથી બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટાની સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. દિશા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ફરી એકવાર દિશાએ પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. બ્લેક શોર્ટ ડ્રેસમાં દિશા પટાનીનો આ લુકમાં અનોખો અંદાજ જોવા મળ્યો હતો.

બી-ટાઉનની સૌથી બોલ્ડ સુંદરીઓમાંથી એક દિશા પટાનીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર રેડ બોલ્ડ કટ-આઉટ ડ્રેસમાં તસવીરો શેર કરી છે. જેમાં તેનો બોલ્ડ અને ગ્લેમરસ લુક ફેન્સને દિવાના બનાવી રહ્યા છે.ફેન્સ કોમેન્ટ સેક્શનમાં પ્રેમ અને ફાયર ઈમોજી સાથે તેની સુંદરતાની પ્રશંસા કરી રહ્યા છે. માત્ર ચાહકો જ નહીં, પણ બોલિવૂડની બીજી જાણીતી હસ્તીઓ પણ તેની પોસ્ટ પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

દિશાની BFF મૌની રોય મોટે ભાગે ઇન્સ્ટાગ્રામ પર તેણીને ચીયર કરનાર પ્રથમ વ્યક્તિઓમાંની એક છે. કોમેન્ટ બોક્સમાં જઈને, તેણીએ એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી અભિનેત્રીને “સૌથી સુંદર” કહી. દિશાની બહેન ખુશ્બુ પટાનીએ રેડ હાર્ટ ઇમોજી મૂક્યું. તો ચાહકોએ કોમેન્ટ બોક્સમાં જઈને લખ્યું, “મલંગ”, “લાલ પરી”, “ખરેખર સુંદર”, અને ફાયર ઇમોજી પોસ્ટ કર્યા. દિશાની આ તસવીરો તેના ચાહકોને ખુબ પસંદ આવી રહી છે.

Raina
error: Unable To Copy Protected Content!