ઇંડિગોની ફ્લાઈટમાંથી મળ્યો Mayday કોલ, ચેન્નાઈ જતા ફ્યુઅલ પડ્યું ઓછું, કરાયું ઇમરજન્સી લેન્ડિંગ, પછી..

અમદાવાદમાં બોઇંગ 787 ડ્રીમલાઇનર દુર્ઘટનાના લગભગ એક અઠવાડિયા બાદ, ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાંથી એક વધુ ચિંતાજનક ઘટના સામે આવી છે. ઈન્ડિગોની ફ્લાઈટ્સો છેલ્લા કેટલાક દિવસોથી સમસ્યાઓનો સામનો કરી રહી છે.ત્યારે ગુવાહાટીથી ચેન્નાઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 6764 માં ઇંધણની અછતને કારણે બેંગલુરુમાં ઇમરજન્સી લેન્ડિંગ થયું, જેમાં 168 મુસાફરો સવાર હતા. આ ઘટના અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાના લગભગ એક અઠવાડિયા બાદ બની હતી, જેમાં એર ઇન્ડિયાના પાયલોટે પણ છેલ્લી ઘડીએ ‘મેડે’ કોલ કર્યો હતો.

બેંગલુરુ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે ઇન્ડિગો ફ્લાઇટના પાયલોટે ગુવાહાટીથી ટેકઓફ કર્યા બાદ જ વિમાનમાં પૂરતું ઇંધણ ન હોવાનું નોટિસ કર્યું. વિમાનમાં મુસાફરો હતા અને તેને ઈમરજન્સીની સ્થિતિમાં બેંગ્લુરુ મોકલવામાં આવ્યું હતું. ફ્લાઈટ રાત્રે 8:15 વાગ્યે બેંગ્લુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું.ત્યારબાદ મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા, ફ્યુલ ભરાયું અને મુસાફરોને રિફ્રેશમેન્ટ આપવામાં આવ્યું. બધી સુરક્ષા પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી ફ્લાઈટ રાત્રે 10:24 વાગ્યે ફરીથી ઉડાન ભરી અને ચેન્નાઈ એરપોર્ટ પર સામાન્ય રીતે લેન્ડિંગ કર્યું. આ દરમિયાન DGCA અને અન્ય સંબંધિત અધિકારીઓને બધી માહિતી આપવામાં આવી.

પાઈલટે ફ્યુલના અભાવે ‘fuel mayday’ માટે ઈમરજન્સી કોલ જાહેર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ચેન્નાઈ એરપોર્ટ પર ભારે ટ્રાફિકને કારણે વિમાનને સમયસર લેન્ડ કરવાની અનુમતિ મળી શકી ન હતી.આ કારણે ફ્લાઈટ ચેન્નાઈના આકાશમાં ઘણી વખત ચક્કર લગાવી હતી. જેના કારણે ફ્યુલની અછત સર્જાઈ હતી. ફ્લાઈટ દરમિયાન ટેકનિકલ ખામી જણાયા બાદ સલામતીને ધ્યાનમાં રાખીને પાઈલટે વિમાનને ચેન્નાઈ પાછું લાવવાનો નિર્ણય લીધો. વિમાનનું સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું અને બધા મુસાફરો સુરક્ષિત છે. એરલાઈને મુસાફરોની સુવિધા માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરી જેથી તેમને તેમના ગંતવ્ય સ્થાન મદુરાઈ લઈ જઈ શકાય. એરલાઈને મુસાફરોને થયેલી અસુવિધા બદલ માફી માગી છે. અહેવાલો અનુસાર, આ ફ્લાઇટના પાયલોટને હાલ માટે ફરજ પરથી દૂર કરવામાં આવ્યા હતા

Raina
error: Unable To Copy Protected Content!