Viral Video: ઈંડા ચોરી કરવા પહોંચી યુવતી, પક્ષીએ ગુસ્સામાં કરી દીધા આવા હાલ

આપણે ગુજરાતીમાં કહેવત છેને મા તે મા. પોતાના બાળકોના રક્ષણ માટે મા કઈ પણ કરી શકે. પછી તે કોઈ બાળકની માતા હોય કે પછી પશુ પક્ષીની. દરેક માતા તેના બાળકને લઈને પ્રોટેક્ટિવ હોય છે. તેથી જ્યારે પણ તેના બાળકો પર મુશ્કેલી આવે છે ત્યારે પોતાનો જીવ જોખમમાં મુકીને તેને બચાવે છે. આ સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા ઈંડા ચોરવાનો પ્રયત્ન કરે છે ત્યારે જ પક્ષી તેના પર હુમલો કરી દે છે.

આ અંગે વિગતે વાત કરીએ તો ખુલ્લી જમીન પર એક પક્ષી ઈંડા પાસે બેઠી હોય છે ત્યારે એક યુવતી આવે છે અને પક્ષીને બાજુ પર ખસેડી ઈંડા ચોરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે તેને જોઈને પક્ષીને ગુસ્સો આવી જાય છે અને તે મહિલા પર હુમલો કરી દે છે. મહિલાએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે આ રીતે પક્ષી તેના પર અચાનક હુમલો કરી દે છે. પક્ષીના હુમલાથી આ યુવતી જમીન પર પટકાઈ જાય છે. આ હુમલા બાદ હવે ક્યારેય આ યુવતી ઈંડા ચોરી કરવાની ભૂલ નહીં કરે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને @issawooo નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 2.08 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, મોરએ ઈંડા ચોરી કરનાર યુવતીને સારો પાઠ ભણાવ્યો, જ્યારે એક બીજા યૂઝરે લખ્યું, જાનવરો પણ પોતાના બાળકો સાથે લાગણી રાખે છે અને આ વાત માણસોને સમજવી જોઈએ.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પક્ષી ઘણા બધા ઈંડા પાસે બેઠી ત્યારે જ એક મહિલા તેની પાસે આવે છે. મહિલા સૌ પ્રથમ પક્ષીને ઉંચકીને દૂર ફેંકી દે છે પછી જલદી જલદી ઈંડાને ભેગા કરવા લાગે છે. થોડીવારમાં જ ગુસ્સાથી લાલચોળ પક્ષી ઉંડીને આવે છે અને મહિલાને એવો જોરથી ધક્કો મારે છે કે તે મહિલા દૂર જમીન પર પડી જાય છે. જમીન પર પડેલી મહિલા પર પક્ષી હુમલો કરવાનું ચાલું રાખે છે અને ઈંડા ચોરી કરવા બદલ ક્યારેય ન ભૂલાઈ તેવી સજા આપે છે. જોતા તો એમ લાગે છે કે આ વીડિયો સ્ક્રિપ્ટેડ હોય જોકે અમે આ વીડિયોની પુષ્ટિ નથી કરતા.

YC