કોણ છે એ એક્ટર કે જેને મહિલાએ ખુલ્લેઆમ મારી થપ્પડ ? કારણ જાણી તમે પણ રહી જશો શોક્ડ- જુઓ વીડિયો

તેલુગુ અભિનેતાને મહિલાએ જાહેરમાં થપ્પડ મારી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મહિલાએ સિનેમા હોલમાં જ અભિનેતા પર હુમલો કર્યો હતો. હુમલો કરનાર મહિલાની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. વાયરલ વીડિયોને જોઈને લોકો આશ્ચર્ય પણ વ્યક્ત કરી રહ્યા છે. ચાલો જોઇએ શું હતો મામલો.

ફિલ્મની સ્ક્રિનિંગ દરમિયાન મહિલાને એટલો ગુસ્સો કેમ આવ્યો કે તેણે તેલુગુ અભિનેતાને થપ્પડ મારી ? આ ઘટના તેલુગુ ફિલ્મ ‘લવ રેડ્ડી’ના સ્ક્રિનિંગ દરમિયાન બની હતી. મહિલાએ જેને થપ્પડ મારી તે એક્ટર એનટી રામાસ્વામી છે, જે ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવે છે. રામાસ્વામી તેમના મૂળ અભિનય માટે જાણીતા છે. તે પોતાના પાત્રમાં એટલા ડૂબી જાય છે કે લોકોને લાગે છે કે વાસ્તવિક જીવનમાં પણ અભિનેતા આવા જ છે.

જો કે, અભિનેતા વાસ્તવિક જીવનમાં તેનાથી વિપરીત છે.તાજેતરનો મામલો હૈદરાબાદના એક સિનેમા હોલનો છે. ફિલ્મ ‘લવ રેડ્ડી’માં એનટી રામાસ્વામી એક સીનમાં એક મહિલાને પથ્થર મારતા જોવા મળે છે. ફિલ્મ પૂરી થયા પછી એનટી રામાસ્વામી જેવા થિયેટરમાં પ્રવેશ્યા કે થોડીવારમાં જ એક મહિલા તેમના પર તૂટી પડી અને બધા સામે ખેંચી થપ્પડ મારી. જ્યારે મહિલાએ થપ્પડ મારી ત્યારે બધાને લાગ્યું કે કદાચ એક્ટરે મહિલા સાથે ગેરવર્તન કર્યું હશે. પરંતુ જ્યારે સાચું કારણ સામે આવ્યું ત્યારે બધા ચોંકી ગયા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા ફિલ્મમાં અભિનેતાના પાત્રથી ખુશ નહોતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર જંગલમાં આગની જેમ ફેલાઈ ગયો હતો. કેટલાક લોકો તેને પબ્લિસિટી સ્ટંટ પણ માની રહ્યા છે. બીજી તરફ, લોકો આ એક્શન માટે મહિલાને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. અત્યાર સુધી આ ક્લિપને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

Shah Jina