લાઈમલાઈટથી દૂર મલ્લિકા શેરાવત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે અભિનેત્રી અવારનવાર સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવત છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે.લાઈમલાઈટથી દૂર મલ્લિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે અભિનેત્રી અવારનવાર સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી જોવા મળે છે.તાજેતરમાં પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં મલ્લિકાએ તેની કારકિર્દી સાથે જોડાયેલો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
મલ્લિકાએ જણાવ્યું કે તેણે હીરો સાથે સૂવાની ના પાડી દીધી હતી,ત્યારબાદ તેની ફિલ્મો બંધ થઈ ગઈ હતી.મલ્લિકાએ 2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મર્ડર’માં બોલ્ડ સીન્સ આપ્યા હતા.આ ફિલ્મમાં તે ઈમરાન હાશ્મી સાથે જોવા મળી હતી.આ ફિલ્મ પછી લોકો તેને બોલ્ડ હિરોઈન તરીકે સમજવા લાગ્યા છે.અભિનેત્રી કહે છે કે લોકો તેને તેના પાત્ર પર જજ કરે છે.મલ્લિકાએ કહ્યું, “અહીં મારા વિશે ઘણી અફવાઓ અને નિર્ણયો છે. જો તમે શોર્ટ સ્કર્ટ પહેરીને સ્ક્રીન પર બોલ્ડ સીન કરો છો, તો લોકો તમને નૈતિકતા વિનાની સ્ત્રી સમજવા માને છે.
પુરુષો તમારી સ્વતંત્રતા છીનવી લેવાનો પ્રયાસ કરે છે.મારી સાથે પણ આવું થયું છે.હું ઘણા પ્રોજેક્ટ્સમાંથી બહાર કરવામાં હતી કારણ કે હીરોએ મને પૂછ્યું હતું કે તમે મારી સાથે કેમ સૂઈ શકતા નથી?તમે સ્ક્રીન પર કરો છો,તો મારી સાથે ખાનગીમાં કરવામાં શું વાંધો છે? મેં આ બધી બાબો ના લીધે ઘણા પ્રોજેક્ટ ગુમાવ્યા.આ આપણા સમાજની સમસ્યા છે જેનો આપણા દેશની લગભગ બધ્ધી જ મહિલાઓ સામનો કરી રહી છે.
અભિનેત્રી એ વધુમાં કહ્યું, “હું એક મજબૂત મહિલા છું અને કોઈ પણ બાબતમાં સમાધાન કરી શકતી નથી.મારુ પણ સ્વાભિમાન અને આત્મસન્માન છે.એવું ઘણી વખત બન્યું છે કે ફિલ્મના નિર્દેશકોએ મને રાત્રે ત્રણ વાગ્યે ફોન કરીને બોલાવી હોય.હું તેમની સાથે વાત કરવામાં ખૂબ જ ડરી જતી હતી કારણ કે મને લાગ્યું કે તે પછીથી મારા પર પ્રશ્નો ઉઠાવશે.જ્યારે લોકો મને જજ કરે છે, ત્યારે હું ખૂબ જ અસ્વસ્થતા અનુભવું છું.”