બોલિવૂડ એક્ટ્રેસ શરવરી વાઘે હાલમાં જ બેડમિન્ટન રમતી પોતાની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે, જે તેના ફિટનેસ પ્રત્યેના પ્રેમને દર્શાવે છે. આ તસવીરોમાં શરવરી બ્લેક શોર્ટ આઉટફિટમાં જોવા મળી રહી છે, જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. તેણે લુક કંપલીટ કરવા સફેદ સ્નીકર્સ પહેર્યા છે, જે તેની એથ્લેટિક શૈલીને વધારે છે.
શરવરીની બેડમિન્ટન પ્રેક્ટિસની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ચાહકો શરવરીની ફિટનેસ જર્ની જોઈને ખૂબ જ ખુશ છે અને તેના વખાણ પણ કરી રહ્યા છે. શરવરીએ આ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું હતુ, ‘Here’s Monday Motivation’! જણાવી દઇએ કે, શરવરી નિખિલ અડવાણીની ‘વેદ’માં જોવા મળી હતી.
હાલમાં તે YRFના આગામી પ્રોજેક્ટ ‘અલ્ફા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં શરવરી સાથે આલિયા ભટ્ટ પણ છે. આ ફિલ્મનું નિર્દેશન ‘ધ રેલ્વે મેન’ ફેમ શિવ રાવેલે કર્યું છે. આલિયા અને શરવરી બંને કાશ્મીરની સુંદર ખીણોમાં શૂટિંગ કરી રહ્યાં છે. શરવરીની સાથે આલિયા, બોબી દેઓલ અને અનિલ કપૂર પણ આ ફિલ્મમાં જોવા મળશે.
બોબી દેઓલ આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે.’અલ્ફા’ 25 ડિસેમ્બર 2025ના રોજ રીલિઝ થશે. શરવરીએ વર્ષ 2015માં સંજય લીલા ભણસાલી અને લવ રંજન માટે અસિસ્ટેંટ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાં તેણે વર્ષ 2020માં અભિનયમાં પ્રવેશ કર્યો.
તેણે કબીર ખાનની એક્શન ફિલ્મ ‘ધ ફોરગોટન આર્મી- આઝાદી કે લિયે’થી ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તે યશ રાજની ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’માં જોવા મળી હતી. શરવરીને વર્ષ 2021માં બેસ્ટ ફિમેલ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ વર્ષે તે કોમેડી-હોરર ફિલ્મ ‘મુંજ્યા’માં જોવા મળી હતી.