ભોજપુરી એક્ટ્રેસ કેટ શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કેટ તેના બોલ્ડ ફોટા અને વીડિયો અવાર નવાર શેર કરતી રહે છે. કેટ શર્માના ચાહકો તની એક ઝલક જોવા માટે ઉત્સુક રહેતા હોય છે. જો કે કેટ પણ ફેન્સને નિરાશ નથી કરતી અને ફોટા-વીડિયો શેર કરતી રહે છે.
ત્યારે ફરી એકવાર કેટ શર્માએ મોનોકિની પહેરીને પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે. કેટ સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદને તેની તસવીરોથી ટક્કર આપે છે. તેની બોલ્ડનેસ જોઈને બધા તેને ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ઉર્ફી જાવેદ કહીને બોલાવે છે. કેટના ફોટા અને વીડિયો અપલોડ થતા જ વાયરલ થઈ જાય છે.
કેટ શર્માએ હાલ જે તસવીરો શેર કરી છે તેમાં તે રેડ ડીપનેક ડ્રેસમાં જોવા મળે છે. આ લુકમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. તે ખુલ્લા વાળ અને લાઇટ મેકઅપ લુકમાં ગ્લેમરસ લાગી રહી છે. ટીવી અભિનેત્રી અને ઘણી ભોજપુરી ફિલ્મો-વીડિયોમાં જોવા મળતી કેટ શર્મા અવાર નવાર સિઝલિંગ લુકમાં તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
હાલ તેણે મોનોકિનીમાં જે તસવીરો શેર કરી છે તેમાં તે વેકેશન એન્જોય કરતી જવા મળી રહી છે. ચાહકો પણ આ તસવીરો જોયા પછી તેના વખાણ કરી રહ્યા છે અને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવી દઇએ કે કેટ શર્માનું નામ ત્યારે ચર્ચામાં આવ્યુ હતું જ્યારે તેણે MeToo અભિયાન હેઠળ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
જોકે બાદમાં તેણે ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. કેટે મુંબઈ પોલીસને કહ્યું હતું કે તે આ કેસને આગળ વધારવા માંગતી નથી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી ઘણી ભોજપુરી ફિલ્મોમાં જોવા મળી છે.