બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની તેના લુક્સ અને સ્ટનિંગ ફોટોઝને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. ચાહકો તેની સ્ટાઈલના પ્રેમમાં પડે છે. દિશા પટનીનું ઈન્સ્ટાગ્રામ તેની સુંદર તસવીરોથી ભરપૂર છે. અભિનેત્રી અલગ-અલગ લુકથી ચાહકોનું દિલ જીતતી જોવા મળે છે.બી-ટાઉનની ટોચની અભિનેત્રીઓમાંની એક દિશા પટની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
દિશા અવારનવાર ઇન્ટરનેટ પર કંઈક એવું પોસ્ટ કરે છે જે તેના ચાહકોને પાગલ કરી દે છે. ચાહકો પણ દિશા સાથે સંબંધિત દરેક અપડેટ જાણવા આતુર રહેતા હોય છે અને અભિનેત્રીની નવી પોસ્ટની આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા હોય છે. ત્યારે હાલમાં દિશાની નવી તસવીરો સામે આવી છે.સૂર્યાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કંગુવા’ની રિલીઝ ડેટ નજીક છે, આવી સ્થિતિમાં આખી કાસ્ટ પ્રમોશનમાં વ્યસ્ત છે.
હાલમાં જ મુંબઈમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન આખી કાસ્ટ જોવા મળી હતી. 23 ઓક્ટોબરે આખી ટીમે મુંબઈમાં એક પ્રમોશનલ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં બોબી દેઓલ સહિત તમિલ સ્ટાર સૂર્યા, એક્ટ્રેસ દિશા પટની એકસાથે જોવા મળ્યા હતા. આ ઈવેન્ટમાં દિશા બોડીકોન ડ્રેસમાં પહોંચી હતી.
આ લુકમાં તેની ઘણી તસવીરો સામે આવી છે જેમાં તે મનમોહક પોઝ આપતી જોવા મળી રહી છે. 2016માં રિલીઝ થયેલી બાયોપિક ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનાર દિશા પટનીને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેણે પોતાની પહેલી હિન્દી ફિલ્મથી જ લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું.
આ પછી તેણે ઘણી ફિલ્મોમાં શાનદાર કામ કર્યું. જો કે, આ દિવસોમાં દિશા મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કંગુવા’ને લઈને ચર્ચામાં છે. દિશા તેની ફિલ્મોના કારણે જ લાઇમલાઇટમાં નથી રહેતી પરંતુ તે તેની બોલ્ડનેસ અને ફિટનેસના કારણે પણ લાઈમલાઈટનો હિસ્સો રહે છે. દિશાએ 2015માં તેલુગુ ફિલ્મ ‘લોફર’ સાથે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી, જે વરુણ તેજ સાથે તેની પ્રથમ ફિલ્મ હતી.
2016માં બોલિવુડ ફિલ્મ ‘એમ.એસ.ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું. આ પછી તે ‘કુંગ ફૂ યોગા’, ‘વેલકમ ટુ ધ ન્યૂયોર્ક’, ‘બાગી 2’, ‘ભારત’, ‘મલંગ’, ‘રાધે’, ‘એક વિલન રિટર્ન્સ’ સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.
View this post on Instagram