અભિષેક બચ્ચન અને અભિનેત્રી નિમરત કૌરના અફેરની ચર્ચા વચ્ચે આ દિગ્ગજ ક્રિકેટરનું નામ સામે આવેલું, જુઓ

ઘણા મહિનાઓ વીતી ગયા પરંતુ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની ચર્ચા અટકી નથી રહી. અભિષેક સાથે બોલિવૂડ એક્ટ્રેસ નિમરત કૌરનું નામ જોડાઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના કારણે જ ઐશનું ઘર બરબાદ થઈ રહ્યુ છે. આ મામલામાં કેટલું સત્ય છે, તે તો બચ્ચન પરિવાર અને નિમરત જ કહી શકે. નિમરત કૌરે અક્ષય કુમારથી લઈને ઈરફાન સુધી અનેક સ્ટાર્સ સાથે કામ કર્યું છે. 42 વર્ષિય નિમરતે હજી સુધી લગ્ન નથી કર્યા.

નિમરત કૌરનો જન્મ 13 માર્ચ 1982ના રોજ રાજસ્થાનના પિલાનીમાં એક શીખ પરિવારમાં થયો હતો. તેના પિતા મેજર ભૂપિન્દર સિંહ 1994માં ભારતીય સેનાના અધિકારી હતા, નિમરત જ્યારે માત્ર 12 વર્ષની હતી ત્યારે તેના પિતાની હત્યા કરી દેવામાં આવી હતી. પિતાની શહીદી પછી તેનો પરિવાર નોઈડામાં સ્થાયી થયો અને નિમરત ત્યાં જ મોટી થઈ. અભ્યાસ પૂરો કર્યા બાદ નિમરત મુંબઈ આવી ગઈ અને પ્રિન્ટ મોડલ તરીકે કામ કરવા લાગી.

સુનીલ તેને વર્ષ 2004માં કુમાર સાનુના ‘તેરા મેરા પ્યાર’ અને શ્રેયા ઘોષાલના ‘યે ક્યા હુઆ’ના મ્યુઝિક વીડિયો સાથે લોન્ચ કરવામાં આવી હતી. તેણે ટીવી જાહેરાતો પણ કરી છે. નિમરતે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત અંગ્રેજી ફિલ્મ ‘વન નાઈટ વિથ ધ કિંગ’ (2006)માં નાના રોલથી કરી હતી. જેનું શૂટિંગ રાજસ્થાનમાં થયું હતું. તેની હિન્દી ફિલ્મની શરૂઆત 2012માં અનુરાગ કશ્યપની ‘પેડલર્સ’થી થઈ હતી. આ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શાવવામાં આવી હતી.

પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે નિમરતે વર્ષ 2013માં ડેરી મિલ્ક સિલ્કની જાહેરાતથી લોકપ્રિયતા મેળવી હતી. તે જ વર્ષે તેની ફિલ્મ ‘ધ લંચબોક્સ’ પણ આવી અને ઈરફાન સાથેની તેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી. નિમરતની એક્ટિંગના પણ ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ બતાવવામાં આવી હતી. 2014માં નિમરત અમેરિકન ટીવી સીરિઝ ‘હોમલેન્ડ’નો ભાગ બની હતી. વર્ષ 2016માં તે અક્ષય કુમાર સાથે ‘એર લિફ્ટ’માં જોવા મળી હતી. આ ઉફરાંત તે 2017માં હિન્દી વેબ શો ‘ધ ટેસ્ટ કેસ’માં જોવા મળી હતી.

પછી 2020માં તે ‘હોમલેન્ડ’ સિરીઝની આઠમી અને અંતિમ સીઝનનો પણ ભાગ બની. આ પછી નિમરત સ્ક્રીનથી દૂર થઈ ગઈ અને વર્ષો બાદ તેણે વાપસી કરી. 2022માં નેટફ્લિક્સ ફિલ્મ ‘દસવી’માં નિમરત અભિષેક બચ્ચન સાથે જોવા મળી હતી. નિમરત વર્ષ 2023માં વેબ સિરીઝ ‘ફાઉન્ડેશન’માં જોવા મળી હતી અને છેલ્લે ‘સજની શિંદે કા વાયરલ વીડિયો’માં જોવા મળી હતી. તેના આગામી પ્રોજેક્ટનું નામ ‘સેક્શન 84’ છે. નિમરતની અંગત લાઇફની વાત કરીએ તેનું નામ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રી સાથે જોડાઇ ચૂક્યુ છે.

રિપોર્ટ્સ અનુસાર બંને રિલેશનશિપમાં હતા, પણ બે વર્ષ પછી 2018માં તેમના સંબંધોનો અંત આવ્યો. નિમરતે સિદ્ધાર્થ કાનનને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે તેના સ્કૂલના દિવસોમાં એક છોકરાના પ્રેમમાં હતી, પરંતુ તે પરિણીત છે અને તેના બાળકો પણ છે. જો કે હાલ નિમરતનું નામ અભિષેક બચ્ચન સાથે જોડાઇ રહ્યુ છે.

Shah Jina