બોલિવૂડની ‘ગંગુબાઈ’ આલિયા ભટ્ટની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘જીગરા’ બોક્સ ઓફિસ પર કંઈ કમાલ કરી શકી નથી. આ ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ રીલિઝ થઈ હતી, જે વધારે કમાણી કરી શકી ન હતી. જો કે આ વચ્ચે અભિનેત્રીએ તેની પોસ્ટથી સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. બધા જાણે છે કે આલિયા તેની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે. પોતાની પોસ્ટમાં આલિયા ભટ્ટે તે લોકોને ઠપકો આપ્યો છે જેઓ અભિનેત્રીને તેના લુક પર ટ્રોલ કરી રહ્યા હતા.
લોકોએ આલિયા ભટ્ટના લુકને બોટોક્સ સર્જરી સાથે જોડી દીધો હતો અને અભિનેત્રીને ઘણી ટ્રોલ કરી હતી. હવે આલિયાએ પોતાની લાંબી પોસ્ટમાં ટ્રોલર્સની આકરી ટીકા કરી છે.આલિયા ભટ્ટે બોટોક્સ વિશેના ફેક ન્યૂઝ પર એક પોસ્ટ કરી છે અને લખ્યું છે કે, ‘કોસ્મેટિક કરેક્શન અથવા સર્જરીનો વિકલ્પ પસંદ કરનાર કોઈપણ માણસને જજ કરવું યોગ્ય નથી, તે તમારું શરીર અને તમારી પસંદગી છે, પરંતુ તે હાસ્યાસ્પદ છે કે લોકો તેના વિશે વાત કરી મજાક બનાવી રહ્યા છે.
તમે થોડા વ્યુઝ માટે હાસ્યાસ્પદ ટિપ્પણીઓ પોસ્ટ કરી રહ્યાં છો, ઇન્ટરનેટ પર એક વાઇરલ થયેલા વિડિયોમાં એવું કહેવામાં આવ્યું હતું કે બોટોક્સ સર્જરી નિષ્ફળ ગઈ છે, મારી સ્માઇલ વાંકીચૂંકી છે અને બોલવાની રીત વિચિત્ર છે, તમે એવી રીતે વાત કરી રહ્યા છો જાણે હું લકવાગ્રસ્ત થઈ ગઈ છું.આ શું મજાક છે?આનાથી લોકો પર ખરાબ અસર પડી રહી છે, તમે ક્લિકબેટ માટે આવું કેમ કરો છો? મને સમજાતું નથી. આલિયા આગળ લખે છે કે ,’ચાલો એ વિચાર અને દ્રષ્ટિની વાત કરીએ જેમાં મહિલાઓને જજ કરવામાં આવે છે, તેમને એક સામાન્ય માણસ તરીકે નહિ પરંતુ એક વસ્તુ તરીકે જોવામાં આવે છે,એક મહિલાનો ચહેરો,શરીર,અંગત જીવન, અહીં સુધી કે આપણા શરીરના વળાંકોની પણ ટીકા કરવા માં આવે છે.
તે વિચાર અત્યંત નુકસાનકારક અને અત્યંત નીચા પ્રકાર ના વિચાર છે, સૌથી દુ:ખની વાત એ છે કે મહિલાઓના પણ આવી વાતો કરતી જોવા મળે છે, જીવો અને જીવવા દોના વિચારનું શું થયું? દરેકને પોતાની પસંદગી પસંદ કરવાનો અને પોતા ની રીતે જીવવા નો અધિકાર છે,આપણે બધાએ આમાંથી બહાર નીકળવાની જરૂર છે.આલિયા ભટ્ટની ઠપકોન આપતી આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.