બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં તૃપ્તિ ડિમરીનો અનોખો ચાર્મ જોવા મળી રહ્યો છે. અભિનેત્રીને ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યાને એક દાયકો પણ નથી થયો અને તે અત્યારની ઘણી અભિનેત્રીઓ પર ભારે પડતી હોય તેવું લાગી રહ્યુ છે. તેની ફેન ફોલોઈંગ એટલી મજબૂત છે કે તે ડિરેક્ટરની પસંદ બની રહી છે અને તેને એક પછી એક ફિલ્મો મળી રહી છે. તે અલગ-અલગ કન્ટેન્ટની ફિલ્મો કરી રહી છે અને તેની ફિલ્મોને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
હાલમાં જ તૃપ્તિ રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’માં જોવા મળી, જે દશેરાના અવસરે રિલીઝ થઇ હતી. આ ફિલ્મે સારું કલેક્શન કર્યું છે. જો કે ‘વિકી વિદ્યા’ પર ચોક્કસપણે આરોપો છે કે તે હોલીવુડની ફિલ્મ ‘સે*ક્સ ટેપ’ની નકલ છે. પણ ફિલ્મની કહાની લોકોને પસંદ પડી રહી છે, જેને કારણે ફિલ્મ સારુ કલેક્શન કરી રહી છે.
જો કે હાલમાં તૃપ્તિ તેની ફિલ્મને કારણે નહિ પણ તેના નવા ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે. તૃપ્તિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, અને અવારનવાર તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ તૃપ્તિએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો બોસ લેડી લુક જોવા મળી રહ્યો છે.
લુકની વાત કરીએ તો, તૃપ્તિ ક્રીમ બ્લેઝર-પેન્ટ અને બ્રાલેટમાં જોવા મળી રહી છે. તૃપ્તિના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે કાર્તિક આર્યન સાથે હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’માં જોવા મળશે. આ ફિલ્મ 1 નવેમ્બર 2024ના રોજ રિલીઝ થશે.
આ ઉપરાંત તે ‘ધડક 2’માં સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોવા મળશે. તૃપ્તિ પાસે પાઇપલાઇનમાં ઘણી ફિલ્મો છે, વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં પણ તે શાહિદ કપૂર સાથે જોવા મળશે જ્યારે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ પાર્ક’માં પણ જોવા મળશે.