ખબર

સ્કૂટી લઈને જતી હતી મહિલા, સાથે હતી બીજી એક મહિલાને બાળક, પાછળ પડ્યા કુતરા અને સીધી જ કારમાં અથડાઈ… વાયરલ થયો ભયાનક વીડિયો

સ્કૂટી પાછળ પડ્યા રખડતા કુતરાઓ, મહિલાએ ફૂલ સ્પીડમાં ભગાવી અને ધ્યાન ચુકતા જ ઉભી રહેલી કાર સાથે જ થઇ ગઈ જબરદસ્ત ટક્કર.. જુઓ ઘટનાનો લાઈવ વીડિયો

ગુજરાત સમેત દેશભરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરના કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. તો ઘણીવાર શેરીમાં રખડતા કુતરાઓના કારણે પણ કોઈનો અકસ્માત થાય છે અને તે તેમાં ઘાયલ થતા હોય છે કે પછી તેમનો જીવ પણ ચાલ્યો જતો હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે.

રખડતા કૂતરાઓના ત્રાસથી સ્કૂટી પર સવાર એક મહિલા પાર્ક કરેલી કાર સાથે અથડાઈ હતી. સ્કૂટીમાં બે મહિલાઓ અને એક બાળક મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં તમામને ઈજા પહોંચી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં પાંચ રખડતા કૂતરા સ્કૂટીનો પીછો કરી રહ્યા છે. કૂતરાઓના ડરથી મહિલાએ તેનું ધ્યાન ગુમાવ્યું અને સ્કૂટી કાર સાથે અથડાઈ.

સમાચાર એજન્સી ANI અનુસાર, ઘટના ઓડિશાના બેરહામપુર શહેરની છે. અહીં રખડતા કૂતરાઓ કરડવાથી ડરી ગયેલી એક મહિલાએ પોતાની સ્કૂટી રોડની બાજુમાં પાર્ક કરેલી કાર સાથે અથડાવી દીધી હતી. સ્કૂટી પર એક મહિલા અને એક બાળકી સહિત ત્રણ લોકો સવાર હતા. અકસ્માતમાં તમામને ઈજાઓ પહોંચી છે.

25 સેકન્ડના આ વીડિયોમાં જોવા મળે છે કે રખડતા કૂતરાઓ સ્કૂટી પર સવાર એક મહિલાનો પીછો કરી રહ્યા છે. કૂતરાઓના ડરથી મહિલાએ ધ્યાન ગુમાવ્યું અને કાર સાથે સ્કૂટી અથડાઈ. અથડામણ ખૂબ જ જોરદાર હતી. કાર સાથે ટક્કર બાદ મહિલા અને સ્કૂટીમાં સવાર તમામ લોકો નીચે પડી ગયા. જો કે, સ્કૂટી અથડાયા બાદ તેઓ પડી જતા કૂતરા ત્યાંથી ભાગી જાય છે.