સાડી પહેરીને જીમમાં પહોંચી મહિલા અને પછી કરી એવી ખતરનાક કસરત કે જોનારાની આંખો પણ ચાર થઇ ગઈ.. જુઓ વીડિયો

સાડીની નીચે સપોર્ટ શૂઝ પહેરીને મહિલા આવી ગઈ જિમમાં, એવી કસરત કરી લોકો જોઈને હક્કાબક્કા રહી ગયા, જુઓ વીડિયો

આજના સમયમાં લોકો પોતાની ફિટનેસ પર ખુબ જ ધ્યાન રાખતા હોય છે. ઘણા લોકો જીમમાં જઈને પણ ભરપૂર પરસેવો વહાવતા હોય છે. ત્યારે જીમમાં ઘણા લોકો પોતાના કસરત કરતા વીડિયો પણ શેર કરતા હોય છે અને તેમના કેટલાક વીડિયો વાયરલ પણ થઇ જતા હોય છે. આજે પુરુષોની જેમ જ મહિલાઓ પણ જીમમાં પરસેવો વહાવતી જોવા મળે છે.

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે જિમમાં જવા માટે કપડાં પણ અનુરૂપ પહેરવા પડે છે. જેના કારણે કસરત કરવાની ફાવટ આવે. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને તો સૌના હોશ ઉડાવી દીધા છે. કારણ કે આ વીડિયોમાં એક મહિલા સાડી પહેરીને કસરત કરતી જોવા મળે છે. જેને જોઈને લોકો પણ પોતાના દાંત નીચે આંગળી દબાવવા મજબુર બની ગયા.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા સાડી પહેરીને જિમ પહોંચી છે. ત્યાં તે સાડીમાં જ એવી ખતરનાક કસરતો કરી રહી છે કે દર્શકો ખુલ્લા મોંએ રહી જાય છે. મહિલાઓની સાડીમાં કસરત કરવાની આ પદ્ધતિ લોકોને ખૂબ જ આશ્ચર્યમાં મૂકી રહી છે. આ વીડિયો જોઈને લોકો ન માત્ર આશ્ચર્યચકિત થઈ રહ્યા છે પરંતુ તેના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Reena Singh (@reenasinghfitness)

ત્યારે હવે સોશિયલ મીડિયામાં આ મહિલાનો વિડ્યો વાયરલ થતા જ યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો તેને લાઈક્સ મેળવવાની ટ્રીક ગણાવી રહ્યા છે તો કેટલાક ભારતીય સંસ્કૃતિના વખાણ કરી રહ્યા છે. આ વીડિયોને reenasinghfitness નામના ઈન્સ્ટા પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.

Niraj Patel