અમદાવાદની યુવતી ગજબની ટ્રીક લગાવી પહોંચી કેનેડા, એવો ગજબની હોશિયારી કરી કે મગજ ચકરાવે ચડી જશે

અમદાવાદની શર્મિષ્ઠા પટેલ 2019માં કેનેડા ગઈ હતી, ત્યાંથી USA જવાનું નક્કી કર્યું એ પહેલા જ કાંડ થઇ ગયો, ગજબની ટ્રીક લગાવી

આજકાલ તો મોટાભાગના લોકોને વિદેશ જવાનું ઘેલુ લાગ્યુ છે. તેઓ કોઇ પણ ભોગે બસ વિદેશ પહોંચવા માગતા હોય છે. ઘણા લોકો ગેરકાયદેસર રીતે વિદેશ જતા પકડાઇ જતા હોય છે, તો ઘણાના કોઇ કારણોસર મોત થતા હોય છે. ત્યારે હાલમાં એક એવો મામલો સામે આવ્યો, જેણે બધાના હોંશ ઉડાવીને રાખી દીધા છે. ડોમેસ્ટિક ફ્લાઇટમાં ટિકિટ બુક કરી યુએસ અથવા તો કેનેડા માટે મુસાફરી કરવાની નવી મોડેસ ઓપરેન્ડી મુસાફરો માટે શરૂ કરાઇ હોવાનું સામે આવતા જ પોલિસ દોડતી ગઇ છે.

આવી રીતે મુસાફરી કરવી એ કોઈ અફવા નથી પણ એક રીત છે જેમાં ગેરકાયદેસર રીતે કેટલાક એજન્ટો તેમના ગ્રાહકોને વિદેશ મોકલે છે. કેટલાક એજન્ટો તેમના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ પકડવા માટે તૈયાર કરે અને પછી બીજા લોકોના પાસપોર્ટના આધારે તેમને વિદેશ મોકલે છે. વર્ષ 2019ની વાત છે, અમદાવાદના ઓઢવની એક 34 વર્ષીય મહિલા કોઈના પાસપોર્ટ પર ગેરકાયદેસર રીતે કેનેડા ગઇ હતી અને તે ઝડપાઇ ગઇ. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

દિલ્હી પોલીસના એક અધિકારી અનુસાર, અમદાવાદમાં મનમોહન પાર્કમાં રહેતી શર્મિષ્ઠા પટેલે દિલ્હીથી મુંબઈની ફ્લાઈટ બુક કરાવી અને પછી દિલ્હી એરપોર્ટના ટ્રાન્ઝિટ વિસ્તારમાં મહિલાને કેનેડિયન વિઝા સ્ટેમ્પ સાથેનો પાસપોર્ટ અને ટોરોન્ટોની ટિકિટ સોંપવામાં આવી હતી. શર્મિષ્ઠા પટેલને કેનેડિયન ઓથોરીટીએ નકલી દસ્તાવેજો પર રહેવા બદલ પકડી અને પછી તેને કેનેડાથી ભારત મોકલવામાં આવી. ઇમિગ્રેશન અધિકારીઓએ તેા પ્રવાસ દસ્તાવેજોની તપાસ કરી પણ ભારતથી કેનેડાની મુસાફરીને ટ્રેક કરી શકાઇ નહીં.

જો કે, 22 માર્ચે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં જણાવ્યું કે, આ મહિલાની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો તેણે ખુલાસો કર્યો કે, તે કોઇ બીજાના પાસપોર્ટ અને વિઝા પર ગેરકાયદેસર રીતે કેનેડા ગઇ હતી અને તેણે એરપોર્ટ પર જ દસ્તાવેજોની આપલે કરી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું કે, આ મામલાને લઇને મહિલા સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એવું સામે આવ્યુ છે કે, મહિલા કેનેડા પહોચી અને ત્યાંથી તે યુ.એસ.માં પ્રવેશવાની યોજના બનાવી રહી હતી.

જો કે, મહિલાએ એજન્ટ વિશે કોઈ વિગતો હજુ સુધી જાહેર નથી કરી. શર્મિષ્ઠા 2019માં દિલ્હી એરપોર્ટથી સીધી ટોરેન્ટોની ફ્લાઈટમાં કેનેડા તો પહોંચી ગઈ પણ કેવી રીતે તે ગઇ તેનો કોઈનેય ખ્યાલ નહોતો પણ તાજેતરમાં જ કેનેડાની પોલીસે તેને પકડી અને તેની તલાશી લેતા તેની પાસેના પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ્સ ફેક હોવાનું બહાર આવતા જ તેને તાત્કાલિક અસરથી ઈન્ડિયા ડિપોર્ટ કરી દેવાઈ હતી અને તે જ્યારે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે તેની ધરપકડ કરી લેવાઈ.

જન્ટના પ્લાનની વાત કરીએ તો, શર્મિષ્ઠાને મુંબઈ જતી ફ્લાઈટ તો પકડવાની જ નહોતી અને તેની ટિકિટ પર તો માત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં એન્ટર જ થવાનું હતું.જો કે, શર્મિષ્ઠા એરપોર્ટ પર પહોંચી ત્યારે તેને એજન્ટે મોકલેલી એક મહિલા મળી અને તેણે કેનેડાના વિઝા સ્ટેમ્પ લાગેલો પાસપોર્ટ અને ટોરેન્ટો જતી ફ્લાઈટની ટિકિટ અને બોર્ડિંગ પાસ આપ્યો, જે બાદ આ મહિલાને શર્મિષ્ઠાએ પોતાનો પાસપોર્ટ તેમજ મુંબઈની ફ્લાઈટનો બોર્ડિંગ પાસ આપી દીધો.

આવી રીતે પાસપોર્ટ અને બોર્ડિંગ પાસની અદલાબદલી બાદ શર્મિષ્ઠા ટોરેન્ટોની ફ્લાઈટ પકડી કેનેડા પહોંચી હતી. જે મહિલાને શર્મિષ્ઠાએ પોતાનો પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ આપ્યા હતા તે મુંબઈ નીકળી ગઈ હતી. વર્ષ 2019માં શર્મિષ્ઠા કેનેડા ગઇ હતી અને ત્યારથી તે ત્યાં જ હતી, પણ એક દિવસ તે ત્યાંની સ્થાનિક પોલીસની નજરમાં આવી અને પછી શર્મિષ્ઠાના પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ્સ જોવા માગતા જ તેનો ભાંડો ફુટી ગયો.

Shah Jina