વાયરલ

દરિયા કિનારે વ્હાઇટ બિકીની પહેરીને યુવતીએ કર્યો સ્ટન્ટ, પગ વડે ધનુષ અને આગમાં બળબળતું તિર પકડીને લગાવ્યો નિશાનો

યુવતીનો પગ વડે ધનુષ પકડીને છોડ્યું આગમાં બળતું તીર, વીડિયો જોઈને લોકોને યાદ આવી ગયા મહાભારતના અર્જુન

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને દરેક રોજ કંઈકને કંઈક નવું જોવા અને જાણવા ચોક્કસ મળી જાય છે. આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા દ્વારા ખુબ ફેમસ થઇ રહ્યા છે, તેઓ સોશિયલ મીડિયા મારફતે પોતાના ટેલેન્ટને બહાર લાવી રહ્યા છે જેથી તે દુનિયાના દરેક લોકો સુધી પહોંચી શકે.એવામાં તાજેતરમાં સામે આવેલા આ વીડિયોને જોઈને તમારા મોંમાંથી ઓહ માઈ ગોડ ચોક્કસ નીકડી શકે છે. આ વીડિયોમાં એક યુવતીએ પોતાના ફ્લેક્સિબલ શરીરની સાથે સાથે સટીક નિશાનો લગાવીને પણ લોકોને પ્રભાવિત કર્યા છે.કહેવાય છે ને કે આજના સમયમાં મહિલાઓ પુરુષોથી કમ નથી અને આજની નારીઓ માટે કોઈપણ કામ અશક્ય નથી.આ વાત આ યુવતીએ સાબિત કરી બતાવી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી ઉલટા થઈને યોગા પોઝ કરી રહી છે અને પોતાના પગ વડે ધનુષ પકડ્યું છે અને તેના પર જે તિર છે તેમાં પણ આગ લાગેલી છે. આટલો ખતરનાક સ્ટન્ટ કરીને યુવતીએ લોકોને ચોંકાવી દીધા છે.માત્ર અમુક સેકન્ડના આ વીડિયોમાં યુવતી પગ વડે ધનુષ પકડીને સામે રહેલા ટાર્ગેટ પર નિશનો બનાવે છે અને તિર છોડે છે અને નિશાનો પણ સીધો જ ટાર્ગેટ પર જ લાગે છે. જો કે આવા પ્રકારનો સ્ટન્ટ એક્સપર્ટની મદદ વગર કરવો ખતરનાક સાબિત થઇ શકે છે માટે અપીલ છે કે લોકોએ આ સ્ટન્ટ પોતાની જાતે કરવો ન જોઈએ.

યુવતીના પર્ફેક્શનને જોઈને તેની પ્રેક્ટિસનો અંદાજો લગાવી શકાય છે કે આખરે તે કેટલી મહેનત કરીને અહીં સુધી પહોંચી પહોંશી હશે, અને આ કામને શક્ય બનાવી શકી હશે. માત્ર 26 સેકન્ડના આ વીડિયોને હજારો વ્યૂઝ મળી ચુક્યા છે અને 3 હજારથી પણ વધારે લોકોએ રીટ્વીટ કર્યું છે. યુવતીનો આવો સટીક નિશાનો લગાવવા પર લોકોને મહાભારતના અર્જુનની યાદ આવી ગઈ હતી કેમ કે અર્જુન પણ સટીક નિશાનેબાજ માનવામાં આવે છે. અમુક યુઝરે યુવતીના આ કામની પ્રશંસા કરી છે અને તેને ખતરો કે ખિલાડી પણ જણાવી છે જ્યારે અમુકે વીડિયો પર આપત્તિ જણાવતા કહ્યું છે કે દેવતાઓ દ્વારા પકડવામાં આવતા ધનુષને પગ વડે પકડવું સ્વીકાર ન કરી શકાય.તમારું શું માનવું છે?