Reel બનાવવા માટે મહિલાએ એરપોર્ટ પર કરી અજીબ હરકત, વીડિયો જોઇ લોકોએ પકડ્યુ માથુ
એરપોર્ટના કન્વેયર બેલ્ટ પર મહિલાએ ઊંઘી બનાવી રીલ, લોકો બોલ્યા- આને દંડ ફટકારો…
સોશિયલ મીડિયાના વર્તમાન યુગમાં કેટલાક લોકો થોડા ઘણા વ્યૂઝ અને લાઈક્સ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લાલસામાં છોકરીઓ કે મહિલાઓ કંઇ છોકરાઓથી કમ નથી. ઘણા લોકો વાયરલ થવા માટે ખૂબ જ વિચિત્ર હરકત કરી બધાને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે. આજકાલ તો ઘણી છોકરીઓ બસ અને રેલ્વે સ્ટેશન પર ક્રેઝી વસ્તુઓ કરતી જોવા મળે છે.
ત્યારે હાલમાં જ એક યુવતીએ એરપોર્ટની અંદર લગેજ ટ્રેક પર કંઈક એવું કર્યું કે તેની ચર્ચા હાલ દરેક જગ્યાએ થઇ રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતીએ લગેજ ટ્રેક પર સૂઈ ગઈ. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં શાહરૂખ અને કાજોલની ફિલ્મનું પ્રખ્યાત ગીત કુછ કુછ હોતા હૈ વાગી રહ્યુ છે. છોકરીની આ હરકત જોઇ ત્યાં હાજર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ઘણા યુઝર્સ આ અંગે અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ વીડિયોને કરોડોમાં વ્યૂઝ મળ્યા છે. વીડિયો પર કમેન્ટ કરતા એકે લખ્યુ- આ મહિલાને કન્વેયર બેલ્ટ પર બેસવા બદલ 500 રૂપિયાનો દંડ થવો જોઈએ. એક વ્યક્તિએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે શું એરપોર્ટ અધિકારીઓ તેની સામે કોઈ પગલાં નહીં લે? એકે કહ્યું કે એવું લાગે છે કે મહિલા પહેલીવાર એરપોર્ટ ગઈ હતી. જ્યારે એકે તો એવું કહ્યુ કે મેટ્રો વાળો વાયરસ એરપોર્ટ પહોંચી ગયો છે.
The virus has reached the airports too 🤡🤡 pic.twitter.com/RdFReWtWjH
— desi mojito 🇮🇳 (@desimojito) March 29, 2024