શું ક્યારેય સ્ટ્રોબેરીને માઇક્રોસ્કોપમાં જોઇ છે ? આ વાયરલ વીડિયોએ લોકોની આંખો ખોલી દીધી
બજારમાં ઉપલબ્ધ તમામ ફળોમાં કેટલાક એવા છે જે લોકોને ખૂબ જ પસંદ આવે છે અને તેમાંથી જ એક છે સ્ટ્રોબેરી. પરંતુ સ્ટ્રોબેરી ખાતા પહેલા તમારે સાવચેત રહેવું જોઈએ. કારણ કે આ ફળમાં એવી વસ્તુ છે, જેને જોઈને તમને ખાવાની ઈચ્છા નહીં થાય. તાજેતરમાં જ એક વ્યક્તિએ માઈક્રોસ્કોપની નીચે સ્ટ્રોબેરી મૂકી અને તેમાં એવી વસ્તુ જોવા મળી કે ઘણા લોકો ડરી ગયા. જો કે, આ વાયરલ વીડિયો છે, જેની ગુજ્જુરોક્સ પુષ્ટિ નથી કરતુ કે તે સાચો છે કે નહિ.
@FredDiBiase247 નામના એકાઉન્ટ પર અવારનવાર આશ્ચર્યજનક વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં વધુ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક વ્યક્તિ સ્ટ્રોબેરીને માઇક્રોસ્કોપમાં ઝૂમ કરીને બતાવી રહ્યો છે. તમે જાણતા જ હશો કે માઈક્રોસ્કોપ એક એવું મશીન છે જેનાથી કોઈપણ વસ્તુની અંદર ઊંડે સુધી ડોકિયું કરી શકાય છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે સૌથી પહેલા વ્યક્તિ પોતાના હાથમાં સ્ટ્રોબેરી લે છે, જે એકદમ ફ્રેશ લાગી રહી છે. આ પછી તે તેને માઇક્રોસ્કોપ નીચે રાખી ઝૂમ કરે છે, સેંકડો જંતુઓ તેની અંદર ફરતા જોવા મળે છે. આ એવા જંતુઓ છે જે આંખોથી દેખાતા નથી, આ જંતુઓ તેના બીજ પર ચાલતા પણ જોવા મળે છે. આ પછી તે સ્ટ્રોબેરીને પાણીથી ધોઈ નાખે છે અને પછી જુએ છે તો જંતુઓ ગાયબ થયેલા જોવા મળે છે.
જો કે, જ્યારે તે સ્ટ્રોબેરીનો નાનો ટુકડો કાપીને માઈક્રોસ્કોપની નીચે મૂકે છે તો તેને ફરીથી જંતુઓ દેખાય છે. જણાવી દઇએ કે, આ વીડિયોને 1 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક યુઝરે કહ્યું, તે દરેકને ખબર છે કે સ્ટ્રોબેરીમાં બગ્સ હોય છે, તેને પાણીમાં વિનેગર અથવા બેકિંગ સોડા કે મીઠું નાખી 20 મિનિટ સુધી પલાળી રાખવી જોઇએ.” જ્યારે એકે લખ્યુ- હે ભગવાન હું ક્યારેય ધોયા વગરનું ફળ ખાઈશ નહીં..
Let’s look at a strawberry under a telescope.
Must Watch pic.twitter.com/GRcekqbH0v
— ① (@FredDiBiase247) April 1, 2024