હનીમૂનમાં ગ્રીન બિકીની પહેરી ‘દેવો કે દેવ મહાદેવ’ની અભિનેત્રીએ, હોટ તસવીરો જોઈને આંખો પટપટાવી નઈ શકો, જુઓ
ટીવી સીરિયલ ‘દેવો કે દેવ મહાદેવ’માં પાર્વતીનું પાત્ર ભજવીને લાઈમલાઈટમાં આવેલી અભિનેત્રી સોનારિકા ભદૌરિયા આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા જ તેણે જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોનારિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે.

હાલ તે તેના લગ્ન જીવનને ખૂબ જ એન્જોય કરી રહી છે. તાજેતરમાં જ તે તેના પતિ વિકાસ પરાશર સાથે વેકેશન પર એટલે કે લગ્ન બાદ હનીમુન પર ગઈ હતી, જ્યાં તેણે ખૂબ એન્જોય કર્યું અને ઈન્સ્ટાગ્રામ પર ઝલક પણ શેર કરી. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી અભિનેત્રીની ઘણી તસવીરો વાયરલ થઇ રહી છે.

જો કે સોનારિકાએ તેના હનીમુનનું લોકેશન જાહેર કર્યું નથી, પરંતુ તસવીરો જોઈને યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે તે માલદીવમાં છે. તસવીરમાં સોનારિકા ક્યારેક સમુદ્રમાં બિકિની પહેરી હુસ્નનો જલવો વિખેરી રહી છે તો ક્યારેક રેત પર અંગડાઇ લેતી જોવા મળી રહી છે. સોનારિકાએ 18 ફેબ્રુઆરીએ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ વિકાસ પરાશર સાથે રાજસ્થાનના રણથંભોરમાં લગ્ન કર્યા હતા. અભિનેત્રીના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા.

તેના લગ્નની તસવીરો ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયા પર છવાયેલી રહી હતી. આ પછી સોનારિકા તેના પતિ સાથે હનીમુન પર ગઇ, જ્યાંથી અભિનેત્રી સતત તેની તસવીરો શેર કરી રહી છે. આ તસવીરોમાં તેનો ગ્લેમરસ અને બોલ્ડ લુક લોકોના હોંશ ઉડાવી રહ્યો છે. લગ્ન બાદ સોનારિકા ઘણી બોલ્ડ થઇ ગઇ છે. કેટલીક તસવીરોમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે અને તેની આ સ્ટાઇલ ઘણી કિલર પણ લાગી રહી હતી.

પડદા પર માતા પાર્વતીના રોલમાં જોવા મળતી સોનારિકા ભદૌરિયા રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. આ અંદાજો તેની તસવીરો પરથી લગાવી શકાય છે. સોનારિકા ભદૌરિયાએ વિકાસ પરાશર સાથે વર્ષ 2022માં સગાઈ કરી હતી અને આ પછી 18 ફેબ્રુઆરી 2024ના રોજ બંને લગ્નના બંધનમાં બંધાયા. જણાવી દઇએ કે, ટીવી સિવાય સોનારિકા ભદૌરિયાએ તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જોકે, તેણે ‘પાર્વતી’ બનીને દરેક ઘરમાં ઓળખ મેળવી હતી.

ચાહકો તેને આજે પણ આ નામથી જ બોલાવે છે. વર્ષ 2011માં સોનારિકાએ ‘તુમ દેના સાથ મેરા’માં અભિલાષાની ભૂમિકા ભજવીને અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 2018માં તે ‘સલિમ અનારકલી’માં જોવા મળી હતી. થોડા સમય પહેલા તે સીરિયલ ‘ઈશ્ક મેં મરજાવાં’માં જોવા મળી હતી. ટીવી પર આ તેની છેલ્લી સિરિયલ હતી. સોનારિકાએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.
