કડકડતી ઠંડીમાં બ્લેનકેટ લપેટેલી જોવા મળી દિશા પટની, સેલ્ફીમાં જોવા મળ્યો પ્રભાસનો આવો લુક…’કલ્કિ’ ફિલ્મના સેટની તસવીરો આવી સામે

કડકડતી ઠંડીમાં દિશા પટની અને પ્રભાસે કર્યુ ‘કલ્કિ 2898 એડી’ નું શૂટ…સેટ પરથી સામે આવી તસવીરો

દિશા પટાનીએ મલ્ટી સ્ટારર ફિલ્મ ‘કલ્કી 2898ad’ના શૂટિંગ સેટ પરથી ઘણી તસવીરો શેર કરી છે. અભિનેત્રીની આ તસવીરો ઈટાલીની છે, જેમાં તે કડકડતી ઠંડીમાં પણ શૂટ કરતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં દિશા ઉપરાંત ફિલ્મનો હીરો પ્રભાસ પણ જોવા મળી રહ્યો છે. ‘કલ્કિ’ના સેટ પરની આ તસવીરો સામે આવતા જ થોડીવારમાં વાયરલ થઈ ગઇ.

દિશાએ જે તસવીરો શેર કરી છે તેમાંથી એક તસવીરમાં તે બ્લેનકેટ લપેટેલી જોવા મળી રહી છે. જ્યારે એક તસવીરમાં તે ફિલ્મ ‘કલ્કી’ના ક્રૂ મેમ્બર સાથે વાત કરતી જોવા મળે છે. ફિલ્મ ‘કલ્કી’ના શૂટિંગ દરમિયાનની એક તસવીરમાં દિશા વેનમાં બેસી તેનો મેક-અપ કરાવતી પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત ફિલ્મના હીરો પ્રભાસ સાથે પણ દિશાની એક સુંદર તસવીર છે.

તસવીરમાં દિશાએ બ્લેક જેકેટ પહેર્યું છે, જ્યારે પ્રભાસ બ્લેક કેપ, ગ્રે હૂડેડ જેકેટ અને ગોગલ્સમાં જોવા મળે છે. ઈટાલીના રસ્તાઓ પર ફરતી વખતે પણ દિશાએ ફોટો કલ્કિ કરાવ્યો હતો. જેમાં તે લૂઝ પાયજામા અને બ્લેક હૂડી જેકેટમાં જોવા મળી રહી છે. શૂટની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે દિશાએ કેપ્શનમાં લખ્યું – ‘Italy photo dump Kalki 2898ad.’

યોદ્ધામાં વિલનની ભૂમિકાથી દર્શકોના દિલ જીત્યા બાદ દિશા ટૂંક સમયમાં બહુપ્રતિક્ષિત ફિલ્મ કલ્કી 2898 એડીમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા મહિને સિનેમાઘરોમાં આવી રહી છે. આ દરમિયાન ફિલ્મના શૂટની તસવીરો વાયરલ થઈ રહી છે. દિશા એ બી-ટાઉન અભિનેત્રીઓમાંથી એક છે, જે સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરતી રહે છે.

ત્યારે તાજેતરમાં જ અભિનેત્રીએ ચાહકો સાથે કલ્કિના સેટની ઇટાલી શૂટની કેટલીક તસવીરો શેર કરી. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત કલ્કી 2898 એડી આવતા મહિને એટલે કે 9મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. એવા અહેવાલ છે કે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી શકે છે, પરંતુ હજી સુધી મેકર્સે આવો કોઈ સંકેત આપ્યો નથી. ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Shah Jina