આ દેશી જુગાડ જોઈને તો આનંદ મહિન્દ્રા પણ થયા કાયલ, આ મહિલાએ બનાવી દીધી સ્ટેપ્લરના પીનમાંથી ટોય કાર, ગજબનો જુગાડ જોઈ રહી જશો હેરાન, જુઓ વીડિયો

ક્યારેય જોઈ છે સ્ટેપ્લરની બનેલી કાર ? મહિલાની કાર જોઈને ઈમ્પ્રેસ થયા આનંદ મહિન્દ્રા, નોકરી માટે પણ આપી દીધી ઓફર, જુઓ વીડિયો

Woman made a stapler’s car : આપણા દેશમાં ઘણા બધા લોકો છે જેમની પાસે અનોખી કલા છુપાયેલી છે અને ઘણા લોકો જુગાડ દ્વારા પોતાની કલાનું પ્રદર્શન પણ કરતા હોય છે, સોશિયલ મીડિયામાં પણ આવા વીડિયો સામે આવે છે જે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ત્યારે ભારતીય જુગાડના વીડિયો દુનિયાભરમાં વાયરલ થતા હોય છે. આનંદ મહિન્દ્રા પણ આવા ઘણા વીડિયો શેર કરતા રહે છે.

આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો :

તાજેતરમાં અબજોપતિ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક ક્લિપ શેર કરી જેમાં એક મહિલા સ્ટેપલર પિનમાંથી એક નાની ચાલતી કાર બનાવતી જોવા મળી હતી અને આનંદ મહિન્દ્રાએ આ કલીપ વિશે પોતાના વિચાર પણ શેર કર્યા. તેઓ આવા કન્ટેન્ટને પ્રોત્સાહિત કરવામાં ક્યારેય અચકાતા નથી. તેમણે શેર કરેલા વીડિયોમાં એક મહિલા સ્ટેપલર પિનની મદદથી નાની કાર બનાવતી જોવા મળી રહી છે.

સ્ટેપ્લરની પીનમાંથી બનાવી કાર :

વીડિયોમાં કારના પૈડાં, બોનેટ, છત અને સંપૂર્ણ બોડી બનાવવા માટે પિનના થોડા સેટને જોડે છે. તેમની સર્જનાત્મકતા અને મશીનો બનાવવાના જ્ઞાનથી પ્રભાવિત થઈને આનંદ મહિન્દ્રા પણ તેમને તેમની કંપનીમાં રાખવા માટે તૈયાર છે. આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું, “એક સાદા સ્ટેપલરની માત્ર પિનનો ઉપયોગ કરીને તેણીને આ વિચાર કેવી રીતે આવ્યો? અવિશ્વસનીય રીતે સર્જનાત્મક પરંતુ તેણીએ હવે વાસ્તવિક કારના ઉત્પાદન અને ડિઝાઇન પર કામ કરવું જોઈએ. અમે તેને નોકરી પર રાખવા માટે તૈયાર છીએ!”

લોકો પણ થયા પ્રભાવિત :

બિઝનેસમેનની જેમ નેટીઝન્સ પણ મહિલાની ક્રિએટિવિટી જોઈને દંગ રહી ગયા અને કોમેન્ટ બોક્સમાં તેના વખાણ કરવા લાગ્યા. એક યુઝરે લખ્યું, “મારે એટલું જ કહેવું છે કે તે શાનદાર છે.” અન્ય એક યુઝરે લખ્યું, “કેટલાક સ્ટેપલ્સમાંથી અવિશ્વસનીય રીતે નાની કાર બનાવી છે. અમેઝિંગ.”  આ ઉપરાંત પણ ઘણા લોકો કોમેન્ટ કરીને આ ટેલેન્ટના વખાણ કરી રહ્યા છે.

Niraj Patel