લગ્ન પછી પણ મહિલા ભૂલી ના શકી તેના બાળપણનો પ્રેમ, પ્રેમી સાથે ભાગી જતા પકડાઈ ગઈ તો કહ્યું, “તેના વગર હું મરી જઈશ !” જાણો સમગ્ર મામલો

એવું કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને તે કોઈને ક્યારે પણ થઇ જાય છે. ત્યારે અવાર નવાર ખબરમાં લગ્ન બાદ પણ પાંગરેલા પ્રેમના અવનવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે, જેમાં ઘન પતિઓ અને પત્નીઓ લગ્ન પહેલા થયેલા પ્રેમને ભૂલી નથી શકતા અને લગ્ન બાદ પણ તેમનું પ્રેમ પ્રકરણ ચાલુ જ રહેતું હોય છે, પરંતુ જયારે આવા પ્રેમ પ્રકરણનો ખુલાસો થાય છે ત્યારે મામલો ચર્ચાનો વિષય બનતો હોય છે.

હાલ એવો જ એક મામલો ચર્ચામાં છે. જેમાં બિહારની એક મહિલાએ ખુલ્લેઆમ કહ્યું છે કે તેને તેના પતિ સાથે નહીં પરંતુ બાળપણના પ્રેમ સાથે જીવવું છે, પતિનું ઘર છોડીને તેના પ્રેમી સાથે જમશેદપુર ભાગી ગઈ છે, મહિલાએ કહ્યું કે તેને તેના પ્રેમી સાથે રહેવું છે. તે તેના પ્રેમીને પ્રેમ કરે છે તેના પતિને નહીં. મહિલાએ કહ્યું કે જો તે તેના પ્રેમી સાથે નહીં રહે તો તે પોતાનો જીવ આપી દેશે. આ સાથે મહિલાએ કહ્યું કે તેનો વિકલાંગ પતિ તેને પ્રેમ કરતો નથી. તેના પર હુમલો કરે છે. પ્રેમિકાએ કહ્યું કે હવે હું પ્રેમી સાથે જીવીશ નહીં તો મરી જઈશ. મહિલા અને તેના પ્રેમીનો આ જીવન-મરણ પ્રેમ પ્રકરણ બાળપણમાં શાળાના દિવસોમાં શરૂ થયું હતું.

બક્સરના પુરૈના ગામમાંથી, મહિલા થોડા દિવસો પહેલા તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. સાસરીવાળાના ઘરેથી ભાગી ગયા બાદ બંને જમશેદપુરમાં પ્રેમિકાની બહેન સાથે રહેતા હતા. આ વાતની જાણ થતાં મહિલાના સાસરિયાં તેને ત્યાંથી બક્સરના ચૌગઈના મુરાર પોલીસ સ્ટેશન લઈ ગયા. જ્યાં પોલીસ સ્ટેશનમાં મહિલાએ જાહેરમાં તેના પ્રેમી સાથે રહેવાની વાત કરી હતી.

આ પ્રેમસંબંધ સાત વર્ષ પહેલા શરૂ થયો હતો. ભોજપુર જિલ્લાના દૌલતપુરના રહેવાસી મનજીત અને ચિંતા કુમારીએ સાથે અભ્યાસ કર્યો હતો. બંન્ને ફરી પ્રેમમાં પડ્યા જે પછી બંને નજીક આવ્યા. અહીં પરિવારના સભ્યોએ ચિંતાના લગ્ન બક્સરના પુરીના ગામમાં કરાવ્યા. ત્યારબાદ પરિવારના સભ્યોના ડરથી ચિંતા આ વાત કહી શકી ન હતી. હવે ચિંતાએ જણાવ્યું કે લગ્ન બાદ તેણે તેના પ્રેમીને ભૂલી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે તેને તેના પતિ સાથે રહેવાની જરૂર નથી. કારણ કે તેને મારતો હતો. તે વિકલાંગ છે.

તો આ મામલે મહિલાના પ્રેમીએ જણાવ્યું હતું કે તે બંને શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે પ્રેમમાં પડ્યા હતા. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. લગ્ન પણ કરવા માંગતા હતા. પરંતુ ત્યારબાદ ચિંતા ડરથી આ વાત તેના પરિવારના સભ્યોને કહી શકી નહીં. લગ્ન પછી જ્યારે તે તેના સાસરે ગઈ ત્યારે અમે તેને ભૂલી જવાની કોશિશ કરી. વિચાર્યું કે તેણે લગ્ન કરી લીધાં છે, તે તેના સાસરિયાંમાં ખુશ રહેવું જોઈએ. પરંતુ થોડા દિવસો પછી અમે ફરીથી વાત કરવાનું શરૂ કર્યું. પછી ચિંતા ફરી ફરીને ભાગી જવાનું કહેવા લાગી. તે પછી હું તેના સાસરે ગયો અને ત્યાંથી તેને લઈ ગયો. હવે અમે બંને સાથે રહેવા માંગીએ છીએ. બંને સાથે રહેવાની વાત કર્યા બાદ પોલીસે બંનેના પરિવારમાં લેખિત સમજૂતી કરાવી મહિલાને તેના પ્રેમી સાથે મોકલી આપી હતી.

Niraj Patel