અમદાવાદમાં પ્રેમીને પામવા ત્રણ બાળકોની માતાએ પતિને આપી દીધા છૂટાછેડા, પ્રેમી પાસે ગઈ તો કર્યું એવું કે જાણીને હોશ ઉડી જશે

ઘણા લોકમો ગમે તેમ કરીને પોતાના પ્રેમને મળેવવા માંગતા હોય છે, ત્યારે આજના સમયમાં લગ્નેત્તર સંબંધોનું પ્રમાણ પણ વધ્યું છે અને પરણિત લોકો પણ પોતાના પ્રેમીને પામવા માટે પોતાના પતિ અને પત્ની સાથે મોટા ખેલ કરી દેતા હોય છે. પરંતુ ઘણીવાર આવા કિસ્સાઓનો અંત ખુબ જ ખરાબ પણ આવતો જોવા મળે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હાલ એવી જ એક ઘટના અમદાવામાંથી સામે આવી છે. જેમાં રામોલ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે પતિને છૂટાછેડા આપી દીધા હતા આ ઉપરાંત તેને તેના બાળકોને પણ છોડી દીધા હતા. અને પ્રેમી પાસે ભાગે ગઈ હતી, પરંતુ પ્રેમી પાસે પણ તેને આશરો મળ્યો નહોતો.

પ્રેમી પણ આ પરિણીતાને “હું કુંવારો છું અને તું ત્રણ બાળકોની માતા છે, મારા પરિવારવાળા સ્વીકારવાની ના પાડે છે.”  એમ કહીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેના બાદ મહિલાએ અભયમ 181ની ટીમને જાણ કરી હતી. અભયમની ટીમ દ્વારા પરણિતાના પતિ સાથે વાત કરવામાં આવી ત્યારે પતિ અને બાળકોએ હવે પરણિતાને સ્વીકારવાની ના પાડી દીધી હતી જેના બાદ મહિલાને રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે કાર્યવાહી માટે હેલ્પલાઇનની ટીમે મોકલી આપ્યા હતા.

મહિલાના લગ્ન 17 વર્ષ પહેલા થયા હતા, અને લગ્ન બાદ તેને 3 બાળકો પણ છે, છેલ્લા 2 વર્ષથી મહિલાને કોઈ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા. જે બાબતને લઈને પતિ પત્ની વચ્ચે પણ અવાર નવાર ઝઘડા થતા હતા. પરણિતા તેના પ્રેમી સાથે રહેવા માંગતી હોય તેના પતિ પાસેથી છૂટાછેડા લઇ અને બાળકોને તરછોડી પ્રેમી પાસે રહેવા માટે ગઈ હતી, ત્યાં પરિણીતા પ્રેમી સામે કરગરવા અને રડવા લાગી છતાં પ્રેમી એકનો બે ન થયો અને લગ્નની ના પાડી દીધી હતી.

Niraj Patel