ગુલાબી સાડી પહેરેલી આ છોકરીએ ઘરમાં છૂપાયેલ સાપનું કર્યુ રેસ્ક્યુ- હિંમત અને ખૂબસુરતીની કાયલ થઇ જનતા

વરસાદની મોસમમાં ઘણીવાર જીવો ઘરોમાં અથવા કારમાં છૂપાયેલા જોવા મળે છે, જેને જોઈને ક્યારેક લોકો કંપી જાય છે. સાપને લગતા આવા ચોંકાવનારા વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર સામે આવે છે, જેને જોઈને ઘણી વખત લોકો ડરથી કંપી જાય છે. હાલમાં જ ઈન્ટરનેટ પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે,

જેમાં ગુલાબી સાડી પહેરેલી એક મહિલા આકસ્મિક રીતે ઘરમાંથી સાપને પકડીને તેનું રેસ્ક્યુ કરતી જોવા મળે છે, આ છોકરીની હિંમત અને સુંદરતાના ખૂબ વખાણ થઈ રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં ગુલાબી સાડી પહેરેલી એક મહિલા ઘરમાં છુપાયેલા ભયાનક સાપને શોધીને તેને બહાર કાઢવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. કોઈક રીતે મહિલા હાથમાં પકડીને તેને લઇને ગામલોકોથી દૂર ચાલી જાય છે.

આ દરમિયાન મહિલાના હાથમાં સાપ જોઈને આસપાસના લોકો પણ ડરી જાય છે, પરંતુ મહિલા ખૂબ જ કેઝ્યુઅલી તેને પકડી રાખે છે અને જંગલ તરફ આગળ વધે છે. આ પછી તે સાપને ત્યાં છોડી દે છે. વીડિયોમાં મહિલા નિર્ભયપણે સાપનું રેસ્ક્યુ કરતી જોવા મળે છે. આ વીડિયો જોયા બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ મહિલાની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.

Shah Jina