રોબોટ ડોગ સાથે મસ્તી કરી રહ્યો હતો ઇન્ફ્લુએન્સર, ભસવાનું કહ્યુ તો આગ ફેકવા લાગ્યો- વીડિયો જોઇ લોકોએ લીધી મજા

આગ ફેકવાવાળો ડોગ ! ભસવા માટે કહ્યુ તો મોંમાંથી નીકાળ્યો આગનો ગોળો, માંડ-માંડ બચ્યો આ ઇન્ફ્લુએન્સર

શું તમે ક્યારેય કૂતરાને આગ ઓકતો જોયો છે ? જો તમે ન જોયો હોય તો આજે અમે તમને એક એવો વિડીયો બતાવીશું જે જોઈને તમે ચોંકી જશો. તાજેતરમાં અમેરિકન યુટ્યુબર અને ઓનલાઈન સ્ટ્રીમર IShowSpeed ​​એ $100,000 (અંદાજે 84 લાખ રૂપિયા)ની કિંમતનો રોબોટિક ડોગ ખરીદ્યો છે. ડોગ ખરીદ્યા પછી તે તેને ટેસ્ટ કરવા બહાર લઇ હયો અને તેને જ્યારે બોલવાનું કહ્યુ તો તે એવું જ કહી રહ્યો હતો.

જો કે, લાઈવ સ્ટ્રીમ દરમિયાન મશીને અચાનક તેના પર આગ ઓકી તો ચાહકો હેરાન રહી ગયા. આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ચર્ચામાં છે. આ વીડિયો સ્વિમિંગ પૂલ પાસે ફિલ્માવવામાં આવ્યો હતો. વીડિયોની શરૂઆતમાં IShowSpeed ​​રોબોટ ડોગને બેસવા અને પંજો ફેલાવવાનો આદેશ આપે છે. પછી યુટ્યુબર એક બેકફ્લિપ લગાવે છે અને ડોગને તેનું અનુસરણ કરવાનો આદેશ આપે છે.

પરંતુ, જ્યારે તે રોબોટને ભસવાનું કહે છે, ત્યારે વસ્તુઓ અચાનક બદલાઈ જાય છે અને તે અચાનક તેના પર આગ ઓકવા લાગે છે. વીડિયોના અંતે IShowSpeed ​​કહે છે “સ્ટોપ!” આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 45 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને ઈન્ટરનેટ યુઝર્સે આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by IShowSpeed (@ishowspeed)

Shah Jina