75 વર્ષના આ દાદી બનાવે છે એવા ચટાકેદાર બ્રેડ પકોડા કે ઠેલા આગળ લાગે છે લાંબી લાઈનો

75 વર્ષના  દાદીમા બનાવે છે સૌથી અનોખા બ્રેડ પકોડા, સુરતમાં ગાડીની  લાગે છે લાંબી લાઈનો, વીડિયો થયો વાયરલ

આ 75 વર્ષની મહિલા બ્રેડ પકોડા બનાવવા માટે લોકપ્રિય છે. તેમના દ્વારા બનાવેલ બ્રેડ પકોડા ખાવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. બ્રેડ પકોડાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આજકાલ, વાનગીઓ સાથે વિવિધ પ્રયોગો કરવાનો ઘણો ટ્રેન્ડ છે. ક્યારેક તેઓ હિટ થાય છે તો ક્યારેક વિક્રેતા સોશિયલ મીડિયા પર બદનામ થાય છે. પરંતુ સુરતની એક વૃદ્ધ મહિલાનો બ્રેડ પકોડા બનાવવાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે તેનું કારણ છે તેને બનાવવાની અનોખી રીત.

 

વાસ્તવમાં આ દાદી બ્રેડ પકોડા સ્પ્રિંગ રોલ શીટમાં લપેટે છે. તેની રેસિપીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોશો કે કાચા પકોડા તૈયાર કરીને એક મોટા કાર્ટૂન બોક્સમાં રાખવામાં આવે છે. તે પહેલા તેને ગરમ તેલમાં ફ્રાય કરે છે અને પછી બ્રેડ પકોડાને કેપ્સિકમ, પનીર અને ચીઝથી સ્ટફ્ડ કરવામાં આવે છે. તળ્યા પછી, તે ગરમ પકોડાના ત્રણ-ચાર ટુકડા કરે છે. તેના પર ચાટ મસાલો છાંટ્યા પછી બ્રેડ પકોડા સર્વ કરવામાં આવે છે.

અમર સિરોહીએ તેના હેન્ડલ @foodie_incarnate પર ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. તેણે જણાવ્યું કે તેની કિંમત માત્ર 30 રૂપિયા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર એટલો વાયરલ થઈ રહ્યો છે કે તેને લગભગ સાડા ચાર લાખથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે.

ઘણા યુઝર્સ કમેન્ટ કરીને વીડિયોની પ્રશંસા કરી રહ્યા છે. સુરતના ઘણા લોકોએ તેને ખાધુ છે અને તેનો સ્વાદ ખરેખર અદ્ભુત છે તેવી કોમેન્ટ પણ કરી છે. એક યૂઝરે લખ્યું છે કે- કોઈ પણ વૃદ્ધ અમ્માથી વધુ સારું ભોજન બનાવી શકે નહીં. બીજાએ લખ્યું છે – તે 30 રૂપિયામાં આટલી સારી વસ્તુ કેવી રીતે બનાવે છે? ઘણા યુઝર્સ આ જગ્યાનું સરનામું પણ પૂછી રહ્યા છે.

View this post on Instagram

 

A post shared by Amar Sirohi (@foodie_incarnate)

Swt