લોકો આ મહિલાને સમજી રહ્યા છે પાગલ, ભીખ માંગીને વિતાવે છે જીવન, પરંતુ જયારે તેની હકીકત સામે આવી ત્યારે જાણીને સૌના હોશ ઉડી ગયા !

આપણા દેશની રાષ્ટ્રભાષા તો હિન્દી છે, પરંતુ આજે લોકોમાં અંગ્રેજી શીખવાનો ક્રેઝ ખુબ જ વધુ જોવા મળે છે. મોટાભાગના માતા પિતા પોતાના બાળકને અંગ્રેજી મીડીયમમાં મુકવા જ અગ્રેસર હોય છે. અંગ્રેજી શીખવાનું પણ મોટાભાગના લોકોનું સપનું હોય છે અને આજના સ્પર્ધાત્મક જમાનામાં અંગ્રેજી ખુબ જ જરૂરી પણ છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં ભીખ માંગી રહેલી એક મહિલાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે મહિલા કડકડાટ અંગ્રેજી બોલી રહી છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોને જોઈને ઘણા લોકો આ મહિલાની પ્રસંશા પણ કરી રહ્યા છે. તો આ મહિલા તેની જે કહાની કહી રહી છે તે સાંભળીને પણ ઘણા લોકો ભાવુક થઇ રહ્યા છે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો બનારસના એક ઘાટનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં તે જણાવે છે કે તેને દક્ષિણ ભારતથી કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેનું નામ સ્વાતિ છે અને તે અસ્સી ઘાટ ઉપર રહે છે. તેના શરીરનો જમણો ભાગ લકવાગ્રસ્ત થઇ ગયો છે અને તેના કારણે તે પોતાનું પેટ ભરવા માટે ભીખ માંગે છે.સ્વાતિ વીડિયોમાં આગળ જણાવતા કહે છે કે ઘણા લોકો વિચારે છે કે તે માનસિક રૂપે બીમાર છે પરંતુ તે જણાવે છે કે તે બીમાર નથી. તે સારી રીતે કમ્પ્યુટર ચલાવવાનું પણ જાણે છે. તે એમ પણ ઈચ્છે છે કે તેને નોકરી મળે અને તેનું જીવન વધુ સારું બની શકે. સ્વાતિના આ વીડિયોને હજારો લોકોએ જોયો છે અને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel