...
   

‘તારી ઓકાત નથી…’ Uber માં બેસેલી મહિલાને આવ્યો એટલો ગુસ્સો કે ડ્રાઇવરને આપી ગંદી-ગંદી ગાળો- જુઓ વીડિયો

‘તારી ઓકાત શું છે…’ Uber કેબમાં બેસેલી મહિલાએ ડ્રાઇવરને આપી ગાળો- વીડિયો જોઇ હેરાન થયા લોકો

રસ્તા વચ્ચે Uberમાં બેઠેલી અને ગુસ્સે થયેલી મહિલાનો એક વીડિયો આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહિલાએ ડ્રાઈવર પર જોરદાર હુમલો કર્યો હતો. જો કે, ડ્રાઈવરે મહિલા સાથે નમ્રતાપૂર્વક વર્તન કર્યુ હતું. મહિલા માત્ર આટલેથી જ ન અટકી, તેણે ઉબેરને ફરિયાદ કરવાની ધમકી પણ આપી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઘણા લોકો મહિલાના વર્તનની ટીકા કરતા જોવા મળ્યા. વીડિયોની શરૂઆતમાં મહિલા ગુસ્સાથી લાલચોળ જોવા મળે છે. મહિલાએ કેબની સ્વચ્છતા અને જાળવણી પર સવાલ ઉઠાવ્યા. તેણે ડ્રાઈવર સાથે અપમાનજનક રીતે વાત કરી. વીડિયોમાં મહિલા કહી રહી છે કે તે ઉબેર ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ કરશે અને તેને લોકો સાથે માર ખવડાવશે. ડ્રાઈવરે મહિલાને શાંત પાડવાનો ઘણો પ્રયાસ કર્યો.

તેણે કહ્યું કે આ વ્યવસાય તેની આજીવિકા છે પરંતુ મહિલા સતત તેનું અપમાન કરતી જોવા મળી. વીડિયો જોનારા લોકોએ મહિલા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કેટલાકે કહ્યુ કે સ્ત્રીમાં કોઈ પ્રકારની તમીઝ નથી. તેમણે માંગ કરી હતી કે સત્તાવાળાઓએ આવા લોકો સાથે કડક કાર્યવાહી કરવી જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ. જો કે કેટલાક લોકોએ મહિલાને સમર્થન આપ્યું હતું.

Shah Jina