ધુળેટીના દિવસે બાળકોને ઘરની બહાર મોકલી પતિએ પત્નીની ચાર્જરના કેબલથી ગળું દબાવીને કરી નાખી હત્યા અને પછી કર્યું એવું કે…

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આત્મહત્યાના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, ઘણા લોકો અંગત અદાવતમાં કોઈની હત્યા કરી નાખતા હોય છે, તો ઘણીવાર પ્રેમ સંબંધોમાં પણ કોઈની હત્યા કરી દેવાના મામલાઓ સામે આવે છે. ઘણીવાર તો પતિ પત્નીના ઝઘડાઓમાં પણ હત્યા થઇ હોવાના મામલાઓ સામે આવતા રહે છે.

હાલ એવો જ એક મામલો ખુબ જ ચર્ચામાં છે, જેમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. દ્વારકાપુરી વિસ્તારમાં રહેતા પતિને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ધુળેટીના દિવસે તેમના બાળકો ઘરની બહાર ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન બંને વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર ઝઘડો થયો હતો. ત્યારબાદ પતિએ ચાર્જર કેબલ વડે પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

યુવક વ્યવસાયે કોન્ટ્રાક્ટર હોવાનું કહેવાય છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે બાળકો ઘરે હાજર ન હતા. જ્યારે બાળકો ઘરે પરત ફર્યા ત્યારે ભયાનક દ્રશ્ય જોઈ તેઓ ડરી ગયા હતા. પિતાની લાશ ફાંસીથી લટકતી હતી અને પલંગ પર માતાની લાશ પડી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

બાળકોએ બંને માતા-પિતાને અવાજ કરીને બોલાવ્યા. તેમણે માતાને ઉઠાડવાનો ખૂબ પ્રયાસ કર્યો. જ્યારે તે ઉભા ના થયા ત્યારે દોડીને પરિવારના અન્ય સભ્યોને બોલાવ્યા. જ્યારે સ્વજનો આવી પહોંચ્યા ત્યારે તેમના પણ હોશ ઉડી ગયા હતા. તે તરત જ બંનેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. હોસ્પિટલમાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

મીડિયા રિપોર્ટ દ્વારા મળતી માહિતી અનુસાર ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જે ડાયરીના એક પેજ પર પેન્સિલથી લખેલી છે. આ ચિઠ્ઠીમાં પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતા લખ્યું છે કે હું ઘણા સમયથી મારી પત્નીના ચારિત્ર્યથી પરેશાન છું. હાલ પોલીસે આ નોટ જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. કહેવાય છે કે કોન્ટ્રાક્ટર આ ડાયરીનો ઉપયોગ કર્મચારીઓની હાજરી માટે કરતો હતો. એટલા માટે તે તેને ઘરે રાખતો હતો. પતિએ પોતાની ડાયરીના પાનામાં સુસાઈડ નોટ લખી છે.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસનું કહેવું છે કે દ્વારકાપુરીમાં રહેતા કોન્ટ્રાક્ટરે તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હતી. પોલીસનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર તેના બે ભાઈઓ અને માતા-પિતા સાથે રહેતો હતો. તે વ્યવસાયે કોન્ટ્રાક્ટર હતો. પરિવારનું કહેવું છે કે રણજીતને બે બાળકો છે. ધુળેટીના દિવસે બાળકો મિત્રો સાથે રમવા નીકળી પડ્યા હતા. જ્યારે બાળકો ઘરે પરત ફર્યા ત્યારે માતા અને પિતાનો મોત થયા હતા.

Niraj Patel