અમદાવાદ : પત્નીએ પતિને રસ્તામાંથી હટાવવા પ્રેમી સાથે મળી રચ્યો ભયંકર પ્લાન, રોજ આપતી સ્લો પોઈઝન, પણ એક અજાણ્યો ફોન બાથરૂમમાં મળ્યો અને પછી…

લફડેબાજ બૈરીએ પતિને મારવા રચ્યો રચ્યો ભયંકર પ્લાન, રોજ આપતી સ્લો પોઈઝન, પણ એક દિવસ…

wife make plan to kill husband : ગુજરાતમાંથી ઘણીવાર અવૈદ્ય સંબંધોના મામલા સામે આવે છે. આવા મામલામાં તો ઘણીવાર પતિ અથવા પત્નીમાંથી કોઇ એક હત્યા સુધી પણ પહોંચી જતા હોય છે. પણ હાલ અમદાવાદમાંથી એક્સ્ટ્રા મેરિટલ અફેરનો એવો મામલો સામે આવ્યો, જે ખૂબ જ ચોંકાવનારો છે. કોઈ વિચારી પણ ન શકે કે એક પત્નીએ તેના પતિને રસ્તામાંથી હટાવવા એટલો ખતરનાક પ્લાન બનાવ્યો કે… (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પ્રેમીને પામવા અને પતિ નડતરરૂપ બનતા પત્ની પતિના પ્રોટીન શેકમાં રોજ ઉંઘની ગોળી આપતી અને એક્સપાયરી થયેલી દવાઓ સહિતના કેટલાય કેમિકલ નાખતી. ઘટનાની પ્રાપ્ત જાણકારી અનુસાર, અમદાવાદના નિકોલમાં પતિને બાથરૂમમાંથી એક અજાણ્યો ફોન મળ્યો અને આ ફોનમાંથી જ પત્નીનો ભાંડો ફૂટ્યો. વર્ષ 2010માં આ પતિ-પત્નીના લગ્ન થયા હતા અને લગ્ન બાદ 2011માં દંપતિને એક પુત્ર થયો. લગ્નના પહેલા દોઢેક વર્ષ તો બધુ સારુ રહ્યુ પણ તે પછી બંને વચ્ચે તકરાર વધવા લાગી,

તે પછી પતિની તબિયત પણ ધીરે ધીરે ખરાબ થવા લાગી. તેને વારંવાર ઊંઘ આવતી. જ્યારે એકવાર પતિ સૂતો હતો અને ત્યારે પત્ની ન્હાવા ગઈ અને પછી જ્યારે તે સ્નાન કરીને બહાર આવી તે પછી જ્યારે પતિ બાથરૂમમાં ગયો ત્યારે તેની નજર એક ફોન પર ગઈ. આ ફોન પત્નીનો નહોતો. પતિએ જ્યારે આ અજાણ્યો ફોન ચેક કર્યો તો પતિના પગ નીચેથી જમીન જ સરકી ગઈ અને પતિએ ફોનમાં એક નંબર ચેક કર્યો.

વોટ્સએપ ચેટમાં એવું લખ્યુ હતું કે, આજે 5 ગોળી આપી છે. હવે થોડા સમયમાં પૂરો થઈ જશે. આ મેસેજ બાદ તો પતિ ગભરાઈ ગયો અને તેણે આ બાબતે પરિવારને જાણ કરી. આ પછી જ પત્નીની કરતૂતનો ભાંડો ફૂટ્યો. પરિવારની સામે પત્નીએ કબૂલ્યુ કે, તે છેલ્લા કેટલાક મહિનાથી અન્ય એક યુવકના પ્રેમમાં હતી અને એટલે જ તે પતિને સ્લો પોઈઝન આપતી હતી.

પતિને રોજ તેના પ્રોટીન શેકમાં ઊંઘની દવા નાખીને આપતી અને આ સાથે એક્સપાયરી થયેલી દવાઓ પણ ખવડાવતી. આ ઉપરાંત કેટલાક કેમિકલ તેના ખાવામાં પણ ભેળવતી. પત્નીની આ કબૂલાત સાંભળ્યા બાદ પતિ સહિત પરિવારજનો પણ ચોંકી ગયા હતા અને આખરે પતિએ કોર્ટમાં છુટાછેડા માટે અરજી કરતા બંને પક્ષની સંમતિ હોવાથી કોર્ટે છૂટાછેડા માટે મંજૂરી આપી હતી.

Shah Jina