લગ્નની પહેલી રાતે પતિની આ હકિકત જાણીને હેરાન રહી ગઇ દુલ્હન, કહ્યુ- હવે સાથે રહેવુ નથી

લગ્નની રાત્રે પતિને લઇને થયુ કંઇક આવુ કે દુલ્હનના ઉડી ગયા હોંશ

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક હેરાન કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પરિવારે તેમના દીકરાની  ગંભીર બીમારી છૂપાવીને લગ્ન કરાવી દીધા. આ મામલાનો ખુલાસો લગ્ન બાદ પહેલી સુહાગરાતમાં થયો હતો.

પત્નીએ આરોપ લગાવ્યો છે કે, જયારે ઘરવાળાને આ વાત જણાવી તો તેમણે ધમકી આપવાનું શરૂ કરી દીધુ હતું. તેમણે કહ્યુ કે, જો આ વાતની કોઇને જાણ થઇ તો તેને તેને જાનથી મારવાની પણ ધમકી આપી હતી. પિયર આવ્યા બાદ આ વાત તેણે તેના માતા-પિતાને જણાવી અને પતિ સહિત અન્ય ઘરવાળા પર મારપીટ, દહેજ ઉત્પીડનનો કેસ નોંધાયો.

ગોરખનાથ ક્ષેત્રના નકહા ગામમાં રહેનાર યુવક સાથે 13 ફેબ્રુઆરી 2020ના રોજ તેના લગ્ન થયા હતા. સાસરાવાળાની માંગ આધારે બધુ જ દહેજ આપવામાં આવ્યુ હતું. લગ્ન બાદ યુવતિને ખબર પડી કે તેના પતિને પ્રાઇવેટ જગ્યાએ બીમારી છે. જેની સાત વર્ષથી સારવાર ચાલતી હતી.

યુવતિએ એ પણ જણાવ્યુ કે, આ કારણે તેમનો વૈવાહિક સંબંધ કાયમ થઇ શક્યો નહિ. ત્યાં જ પતિએ આ વાતને છૂપાવી રાખવાનુ કહ્યુ અને આ દરમિયાન તેણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. 10 મહિનાથી પતિ અને સાસરાવાળા જૂઠ્ઠુ આશ્વાસન આપતા હતા કે સાજો થઇ જશે, પરંતુ ડોક્ટરના પૂછવા પર ખબર પડી કે, જરૂરી નથી કે તે ઠીક થઇ જાય.

Shah Jina