પતિને પ્રેમિકા સાથે ફરતા રંગે હાથ પકડ્યો પછી પત્નીનુ મગજ છટક્યુ અને કર્યો એવો હાલ કે…તમે પણ કહેશો- પુષ્પા નામ સુનકે ફ્લાવર સમજે હે કા…ફાયર હેં

સાળાની પત્ની સાથે પતિએ કરું લફડું, પત્નીએ ચુપચાપ પીછો કરી રંગે હાથ પકડી, બજાર વચ્ચે જ ઢીકાપાટુનો માર માર્યો- તમને પણ ગમશે આ વીડિયો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર લગ્નેતર સંબંધોના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવુ બને છે કે પતિ અથવા પતિ તેમના જીવનસાથી હોવા છત્તાં પણ બીજા સાથે પ્રેમ કરી બેસે છે અને પછી આ વાત સામે આવતા જ ચકચાર મચી જતી હોય છે. હાલમાં એક ખબર સામે આવી રહી છે, જેમાં ગુરુવારના રોજ એક મહિલાએ તેના પતિ અને તેની ગર્લફ્રેન્ડને રંગે હાથે પકડ્યા. આ પછી પત્નીએ તેના પતિ અને તેની પ્રેમિકાને બેફામ માર માર્યો હતો. ગર્લફ્રેન્ડ પર પણ લાતો વરસાવી. તે પતિ અને તેની પ્રેમિકાને સાથે જોતા એટલી ગુસ્સે ભરાઇ હતી કે તેણે તેના પતિના વાળ ખેંચ્યા અને ઘણી થપ્પડો પણ મારી.

પ્રેમિકા કોઈક રીતે તેનો જીવ બચાવી ભાગી ગઈ, જ્યારે પતિ લાંબા સમય સુધી માર ખાતો રહ્યો. લગભગ 15 મિનિટ સુધી બંને વચ્ચે રસ્તા પર હંગામો થયો હતો. બાદમાં લોકોએ દરમિયાનગીરી કરી હતી. ઘટના ઉત્તરપ્રદેશના ઔરૈયાના બિધુના મુખ્ય બજારની છે. આ કેસ સાથે સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પત્ની તેના પતિ અને તેની પ્રેમિકાને મારતી જોવા મળે છે. આસપાસ લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. જ્યારે લોકોએ મહિલાને માર મારવાનું કારણ પૂછ્યું તો તેણે પતિના ગેરકાયદે સંબંધોનો પર્દાફાશ કર્યો. પતિ શ્યામ તેની પત્ની પુષ્પા અને 3 બાળકો સાથે આદર્શ નગર મોહલ્લામાં રહે છે.

શ્યામનું ઘણા સમયથી તેના સાળાની પત્ની એટલે કે તેની પત્નીની ભાભી સાથે અફેર ચાલી રહ્યું હતુ. પત્નીને શંકા જતાં તેણે પતિને સમજાવ્યો, પરંતુ તે માન્યો નહીં. પતિ તેની પત્નીને વારંવાર કહેતો હતો કે આવું કંઈ નથી, આ તેની બિનજરૂરી શંકા છે. જોકે, પત્ની આ વાત માની ન હતી. ગુરુવારે બપોરે જ્યારે શ્યામ બહાર નીકળ્યો ત્યારે તે ઘરના ખર્ચ માટે રાખેલા 26 હજાર રૂપિયા પણ લઇને નીકળ્યો. આ દરમિયાન ગુપ્ત રીતે પુષ્પા તેના ભાઈ સાથે પાછળ પાછળ આવી અને ઘરથી થોડે દૂર શ્યામ તેની પ્રેમિકાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો.

આ જોઈ તેની પત્ની પુષ્પા ગુસ્સે થઈ ગઈ હતી. પુષ્પાએ તેના પતિ અને તેની પ્રેમિકાને માર મારવાનું શરૂ કર્યું. મહિલાનો ગુસ્સો જોઈને થોડા સમય માટે લોકો દરમિયાનગીરી કરવાની હિંમત પણ ના કરી શક્યા. બાદમાં નજીકના દુકાનદારોએ મહિલાને સમજાવી હતી. આ દરમિયાન ગર્લફ્રેન્ડ ત્યાંથી ભાગી ગઈ. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, ગર્લફ્રેન્ડના ગયા પછી પણ પત્ની તેના પતિના વાળ ખેંચીને મારવાનું ચાલુ રાખે છે. તે તેને તેના ખિસ્સામાં રાખેલા પૈસા કાઢવા કહે છે. પુષ્પાએ કહ્યું, “પતિ મને અને બાળકોને માર મારતો હતો.

ગત રાત્રે પણ ઝપાઝપી થઈ હતી. ઘરમાં કપડાને આગ લગાડી દેવામાં આવી હતી.” વીડિયોમાં મહિલા તેના ભાઈને અવાજ પણ આપતી સંભળાય છે. તે કહે છે પૈસા કાઢી લો, હવે વાસ્તવિકતા ખબર પડી. તે મોટેથી ચીસો પાડે છે અને ભીડને તેના પતિની કરતૂતો વિશે કહે છે. મહિલાએ આ બાબતે કોતવાલી પોલીસમાં ફરિયાદ પણ કરી છે. કોતવાલીના ઈન્સ્પેક્ટરે જણાવ્યુ કે, ઘટનાની જાણ કર્યા બાદ તપાસ કરવામાં આવશે.

Shah Jina