જ્યોતિ મૌર્ય પાર્ટ-2 ! પતિએ મજૂરી કરી ભણાવી અને શિક્ષક બનતા જ પ્રિન્સિપાલ સાથે થઇ ફરાર

પહેલા પ્રેમ લગ્ન કર્યા અને પછી પત્નીને ભણાવી, શિક્ષક બનતા જ પ્રિન્સિપાલ સાથે ફરાર થઇ પત્ની

Jyoti Maurya Part-2 Story: પહેલા લવ મેરેજ કર્યા અને પછી પત્નીને ભણાવી પણ શિક્ષક બન્યાના દોઢ વર્ષ પછી પત્ની પ્રિન્સિપાલ સાથે ભાગી ગઈ. યુપીના જ્યોતિ મૌર્ય અને આલોક મૌર્ય જેવો કિસ્સો બિહારના વૈશાલીમાં પણ જોવા મળ્યો. શિક્ષક પત્ની પ્રિન્સિપાલ સાથે ભાગી ગયા બાદ પતિ અને બે બાળકોને ઘરે-ઘરે ઠોકર ખાવાની ફરજ પડી છે. વાસ્તવમાં આ સમગ્ર મામલો જંદાહા પોલીસ સ્ટેશન વિસ્તારના મહિપુરા ગામનો છે.

પતિ સાથે કર્યા હતા પ્રેમ લગ્ન અને હવે ભાગી ગઈ પ્રિન્સિપાલ સાથે
પ્રાપ્ત માહિતી અનુસાર, મહિપુરા ગામના રહેવાસી ચંદને 13 વર્ષ પહેલા એટલે કે 2010માં સરિતા સાથે લવ મેરેજ કર્યા હતા, ત્યારબાદ તેણે સરિતાને આગળ વધવાની તક આપી અને તેને ભણવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી. પરંતુ જ્યારે તે ફેબ્રુઆરી 2022માં સરકારી શિક્ષિકા બની તેના લગભગ દોઢેક વર્ષ પછી તે શાળાના આચાર્ય સાથે ભાગી ગઈ. આ મામલામાં પીડિત પતિએ 7 જુલાઈના રોજ તેની પત્ની અને સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો અને પોલીસને તેની પત્નીને પરત લાવવા વિનંતી કરી હતી.

પતિ ચંદને આખી વાત કહી
પતિ ચંદને જણાવ્યું કે તે સરિતાને તેની બહેનના સાસરે મળ્યો હતો, જે પછી બંને પ્રેમમાં પડ્યા અને 13 વર્ષ પહેલા બંનેના લગ્ન થયા હતા. તે સમયે સરિતા 10મું પાસ હતી પરંતુ પત્નીની દરેક ઈચ્છા પૂરી કરનાર ચંદન તેની પત્નીને આગળ ભણવા અને સફળ થવા માટે દરેક રીતે મદદ કરતો. બંનેને 12 વર્ષની પુત્રી અને 7 વર્ષનો પુત્ર પણ છે. ચંદને જણાવ્યું કે 2017માં સરિતાએ TET પરીક્ષા પાસ કરી.

પત્ની માટે પતિએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી
તે 25 ફેબ્રુઆરી 2022ના રોજ સમસ્તીપુર જિલ્લાના શાહપુર પટોરી ખાતે આવેલી પ્રાથમિક શાળા નોનફર જોડપુરમાં શિક્ષક તરીકે નિયુક્ત થઈ.સરિતાની પ્રિન્સિપાલ રાહુલ કુમાર સાથે નિકટતા વધી અને તેમનો પ્રેમ સંબંધ શરૂ થયો. સરિતાના પુત્રએ કહ્યું કે માતા ગંદી છે, તે પિતા સાથે જ રહેવા માંગે છે. બીજી તરફ, પોલીસે જણાવ્યું કે સરિતાને ફુસલાવીને ભગાડવા બદલ શાળાના પ્રિન્સિપાલ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

મારી નાખવાની આપી ધમકી
ચંદને કહ્યું કે મેં કાર્યવાહી માટે દરેક જગ્યાએ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, ડીએમ સાથે પત્રવ્યવહાર કર્યો. દરમિયાન 1લી જુલાઈના રોજ કેટલાક લોકો મારા ઘરે આવ્યા હતા અને મને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Shah Jina