શું તમે જાણો છો કઈ વાતોથી નારાજ થાય છે શનિ દેવ? જાણો તેના ક્રોધિત થવાના સંકેતો

જો તમારી સાથે પણ આવું બને તો સમજી લો કે શનિ દેવ તમારાથી નારાજ છે

Shani Dev: આમ તો શનિ દેવની રોજ પૂજા અર્ચના કરવામાં આવે છે પરંતુ શનિવારના દિવસે ભગવાન શનિ દેવની પુજા કરવી તેનું વિશેષ મહત્વ છે. શનિવારે ન્યાયના દેવતા શનિ દેવની પૂજા કરવાથી તમે શનિની સાડા સાતી, ઢૈયા કે પછી શનિ દોષથી મુક્તિ મેળવી શકો છો. ઘણા લોકો જાણે અજાણે કેટલાક ખોટા કામો કરી નાખે છે જેનાથી શનિ દેવ ક્રોધિત થઈ જાય છે. ખોટા કામો કરવાથી આ જાતકો પર શનિની વક્ર દ્રષ્ટિ પડે છે. હવે પ્રશ્ન એ થાય છે કે આપણને ખબર કેવી રીતે પડે કે શનિ દેવ આપણાથી નારાજ છે કે નહીં. આ વાતની જાણકારી કેવી રીતે થશે? આ વસ્તુને જાણવાના પણ કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે. તો આવો જોઈએ કે કેવા સંકેતોથી આપણે ખબર પડશે કે શનિ મહારાજ નારાજ છે.

શનિ દેવ નારાજ થવાના સંકેતો

  • જ્યારે તમને કામમા સફળતા મળતી બંધ થઈ જાય
  • જ્યારે તમે વાત વાતમાં ખોટુ બોલતા શીખી જાવ
  • તમારુ સ્વાસ્થ્ય ખરાબ રહેવા લાગે

  • કોર્ટ કચેરીના ચક્કર વધી જાય
  • હંમેશા મનમાં તણાવ અને ડર રહેવા લાગે
  • અચાનક પૈસા ગુમાવવા લાગો

આ કારણે નારાજ થાય છે શનિ દેવ

  • જ્યારે તમને દારુ,જુગાર કે સટ્ટા જેવી ખરાબ આદતોની ટેવ પડી જાય છે
  • તમે બીજા લોકો સાથે છેતરપિંડી કરો છે
  • સફાઈ કર્મચારી,નોકર કે તમારાથી નીચેના કર્મચારીઓ સાથે ખરાબ વ્યવહાર કરવાથી
  • બીજાની ઈર્ષા કે ચોરી કરવાથી પણ શનિ દેવ નારાજ થાય છે.

  • માતા પિતા અને વડિલોનું અપમાન કરવાથી
  • જ્યારે તમે બીજાના હકની વસ્તુ પડાવી લો છો
  • રોગી અને અસહાય લોકોની મદદ નથી કરતા
  • જે લોકો પોતાના ઘરને ગંદુ રાખે અને યોગ્ય સમયે સાફ સફાઈ નથી કરતા

  • પ્રાણીઓ ખાસ કરીને કૂતરાને રંજાડવાથી શનિ દેવ નારાજ થાય છે
  • જે લોકો વ્યભિચારી છે અને મહિલા વિશે ગંદા વિચારો કરે છે
  • દેવી દેવતાઓનું અપમાન કરવાથી.
  • જો તમે કોઈ દિવ્યાંગ વ્યક્તિની મજાક ઉડાવો છો.
  • જો તમે ભગવાનના કામમાં ગેરરીતિ કરો છો
  • વિધવા કે અનાથ લોકોને હેરાન કરો છો. આવા લોકો શનિ દેવના ગુસ્સાનો ભોગ બને છે.
YC