બે ટોપીઓ પહેરીને શા માટે ફીલ્ડિંગ કરે છે ઈંગ્લેન્ડનો કેપ્ટન ઇઓન મોર્ગન? કારણ તમને પણ ચોંકાવી દેશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ ટી-20 શૃંખલા ભારતે જીતી લીધી છે અને હવે ઇંગ્લેન્ડ સામે વન-ડે શ્રેણી રમવા માટે ભારતીય ટિમ પુણે પહોંચી ગઈ છે. ત્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાયેલી ટી-20 સિરીઝમાં ઘણા એવા દૃશ્યો જોવા મળ્યા હતા જે ચર્ચાનો વિષય પણ બની ગયા છે.

એવું જ એક દૃશ્ય ઇંગ્લેન્ડની ટીમમાં જોવા મળ્યું, જેમાંનું એક હતું ઇંગ્લેન્ડના કપ્તાન ઈઓન મોર્ગનનું બે ટોપી પહેરી અને ફિલ્ડિંગ કરવું. તો ઘણા લોકો હવે જાણવા માંગે છે કે શા કારણે ઈઓન મોર્ગન બે ટોપી પહેરી અને ફિલ્ડિંગ કરી રહ્યો હતો.

તો તમને જાણીને નવાઈ લાગશે કે મોર્ગનનું આમ કરવા પાછળનું કારણ પણ આઈસીસીનો નિયમ હતો. કોરોના કાળમાં આઈસીસીના નવા નિયમો અંતર્ગત મેદાનમાં ખેલાડીઓ અને એમ્પાયર દ્વારા સામાજિક અંતરનું પાલન કરવાનું હોય છે.

એવામાં ખેલાડી પોતાની ઘણી વસ્તુઓ જેવી કે ટોપી, ચશ્મા, એમ્પાયર અથવા તો પોતાના સાથી ખેલાડીને નથી આપી શકતો. તેમને પોતાનો સામાન પોતાની પાસે જ રાખવાનો હોય છે. ખેલાડીઓએ પોતાના સામાનનું ધ્યાન પણ પોતે જ રાખવાનું હોય છે.

 

નવા નિયમ પ્રમાણે બોલર એમ્પાયર કે પછી સાથી ખેલાડીને પોતાની ટોપી નથી આપી શકતા. અને તેના કારણે જ મોર્ગન માથા ઉપર બે ટોપી પહેરીને ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો. બે ટોપી પહેરીને ફિલ્ડિંગ કરનારો મોર્ગન એકલો ખેલાડી નથી. ગયા વર્ષે આઇપીએલમાં પણ ઘણીવાર આવું જોવા મળ્યું હતું.

Niraj Patel