એક રાઝને છુપાવવા માટે રાજકુમારનો અંતિમ સંસ્કાર ગુપચુપ રીતે કરી દેવામાં આવ્યો હતો, હવે થયો ખુલાસો

રાજકુમાર તેમના જમાનાના દમદાર અભિનેતા હતા. રાજકુમારની ફેન ફોલોઇંગ ઘણી તગડી હતી. જો કે, તેઓની જયારે મોત થઇ ત્યારે તેમની અંતિમ સફરમાં માત્ર પરિવારના કેટલાક લોકો જ હતા. ઘણા ગુપચુપ રીતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રાજકુમારે પૈગામ, વક્ત, નીલકમલ, પાકીજા, મર્યાદા, હીર રાંજા, સોદાગર અને તિરંગા જેવી ઘણી સુપરહિટો ફિલ્મોમાં કામ કર્યુ છે. રાજકુમારને તેમની અદકારી માટે ઘણા મોટા ફિલ્મ પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા છે. એક સમય બાદ રાજકુમારને ગળાનું કેંસર થઇ ગયુ હતુ.

તેમને ખાવા-પીવાથી લઇને શ્વાસ લેવા સુધીની તકલીફો થવા લાગી હતી. પરંતુ રાજકુમાર ઇચ્છતા ન હતા કે તેમની આ બીમારી વિશે લોકોને ખબર પડે. આ વાત માત્ર તે અને તેમનો દીકરો જ જાણતા હતા. ગળાના કેંસરને કારણે તેઓએ 3 જુલાઇ 1996ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધુુ.

તેમને તેમની મોતનો અહેસાસ નિધનના એક રાત પહેલા જ થઇ ગયો હતો. નિધનના એક રાત પહેલા તેમણે તેમના પરિવારને બોલાવ્યો અને કહ્ય કે, કદાચ હું આ રાત પણ નહિ નીકાળી શકુ અને હું ઇચ્છુ છુ કે મારા મર્યા બાદ પહેલા મારા અંતિમ સંસ્કાર થાય મને બાળ્યા બાદ જ આની જાણકારી આપવામાં આવે.

રાજકુમારનું માનવુ હતુ કે  નિધન બાદ બધાને બોલાવી નૌટંકી કરવી એ બેકાર છે. તે એ પણ ઇચ્છતા ન હતા કે તેમનો પાર્થિવ દેહ અને ચહેરો કોઇ પણ જુએ. આ જ કારણ હતુ કે તેમના અંતિમ સંસ્કાર ગુુપચુપ રીતે કરવામાં આવ્યા હતા.

રાજુમાર તેમના પાછળ 3 બાળક અને પત્ની ગાયત્રીને પણ છોડીને ગયા હતા. રાજકુમારના બે દીકરાનું નામ પુરુ રાજકુમાર અને પાણિની રાજકુમાર છે, ત્યાં તેમની એક દીકરી છે, જેનું નામ વાસ્તવિકતા રાજકુમાર છે.

Shah Jina