જાણો કોણ હતા સંત વેલેન્ટાઈન અને 14 ફેબ્રુઆરીને કેમ મનાવવામાં આવે છે Valentine Day

આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન દિવસ. આજે સમગ્ર વિશ્વમાં પ્રેમમાં પ્રતિક તરીકે વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લવ બર્ડ એક બીજા સાથે સમય વિતાવે છે આ ઉપરાંત અવનવી ગીફ્ટ પણ આપે છે. તો ઘણા લોકો આ દિવસે તેમના મનગમતા વ્યક્તિને પ્રપોઝ પણ કરે છે. આ ઉપરાંત ઘણા પ્રેમી જોડા પોતાના લગ્નને ખાસ બનાવવા વેલેન્ટાઈનના દિવસે જ લગ્ન કરે છે.

આજના દિવસે દરેક શહેરમાં દિવાળીની જેમ દુકાનો ગીફ્ટથી ભરાઈ ગઈ છે. પોતના પ્રિય વ્યક્તિને સારામાં સારી ગીફ્ટ આપવા લોકો તૈયાર રહે છે. તો ઘણા લોકો એવા પણ છે જેઓ કહે છે આ વેલેન્ટાઈન ડે માર્કેટના લોકો દ્વારા ઉભો કરવામાં આવેલો છે જેથી તેમનો બિઝનેસ સારી રીતે ચાલે. આવી ઘણી અફવાઓ ચાલે છે. ઘણા લોકો આ દિવસનો વિરોધ પણ કરે છે. તો ચાલો જાણીએ કે આ વેલેન્ટાઈન ડે કોની યાદમાં મનાવવમાં આવે છે.

રોમમાં એક પાદરી હતા જેનું નામ વેલેન્ટાઈન હતું તેની જ યાદમાં વેલેન્ટાઈન દિવસ મનાવવામાં આવે છે. એવું કહેવાય છે કે ત્રીજી સદીમાં ક્લોડિયસ નામનો રાજા રોમ પર શાસન કરતો હતો. આ રાજા પોતાના દેશની સૈન્ય ક્ષમતાને લઈને ખુબ ગંભીર હતો. ક્લોડિયસ એવું માનતો હતો કે, કુંવારા સૈનિકો પરિણિત સૈનિકો કરતા વધુ શક્તિશાળી હોય છે. તેથી જ તેમણે રોમમાં સૈનિકોને લગ્ન કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધના કારણે રોમના સૈનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો અને આવા આદેશના ખતમ કરવા લોકો અપીલ કરી રહ્યા હતા.

એવું કહેવાય છે તે સંત વેલેન્ટાઈન નામના પાદરીને આ આદેશ પસંદ ન આવ્યો. ત્યારબાદ સંત વેલેન્ટાઈને રોમના સૈનિકોને આ આદેશ ન માનવા માટે સમજાવ્યા. એટલું જ નહીં સંત વેલેન્ટાઈને ઘણા સૈનિકોના લગ્ન પણ કરાવ્યા. આ વાતની જ્યારે રાજા ક્લાડિયસને ખબર પડી ત્યારે તે સંત વેલેન્ટાઈન પર ખુબ ગુસ્સે થયો.

એટલું જ નહીં રાજા ક્લાડિયસે સંત વેલેન્ટાઈનને ફાંસી પર લટકાવવાનો આદેશ આપ્યો. રાજાના આદેશ બાદ સંત વેલેન્ટાઈનને 14 ફેબ્રઆરીના રોજ ફાંસી આપવામાં આવી. તેમનું મૃત્યું 14 ફેબ્રુઆરી 270 ઈસા પૂર્વે થઈ હતી. સંત વેલેન્ટાઈનને ફાંસી આપવામાં આવતા રોમના લોકો ગુસ્સો થયા, ત્યારબાદ રોમના લોકોએ 14 ફેબ્રુઆરીના દિવસને દર વર્ષે પ્રેમના દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરી. આગળ જતા 14 ફેબ્રુઆરીના દિવસને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવા લાગ્યા.

YC